Abtak Media Google News

રાશનકાર્ડધારકોની દિવાળી બગડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણકે સસ્તા અનાજના વેપારીઓ દ્વારા ફરી 1 નવેમ્બરથી અસહકાર આંદોલન ચલાવવામાં આવનાર છે. દુકાનદારોને મિનિમમ રૂ.20 હજાર કમિશન આપવાની સરકારે જાહેરાત કર્યા બાદ આટલું કમિશન માત્ર 300 કાર્ડ ધરાવતા દુકાનદારોને જ આપવામાં આવશે તેવી છટકબારી રાખી છલ કર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

Advertisement

દુકાનદારોને મિનિમમ રૂ.20 હજાર કમિશન આપવાની સરકારે જાહેરાત કર્યા બાદ આટલું કમિશન માત્ર 300 કાર્ડ ધરાવતા દુકાનદારોને જ આપવામાં આવશે તેવી છટકબારી રાખી છલ કર્યાનો આક્ષેપ

આ અંગે એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યના સસ્તા અનાજના વેપારી ભાઈઓ નજીવા કમિશનથી દુકાન તથા પોતાના પરિવારનું ગુજરાત ચલાવતા રહ્યા છે. ત્યારે રાજ્યના ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ અને ઓલ ગુજરાત એફ પી એસ એસોસિએશન આ બંને એસોસિયેશન સાથે મળીને અસહકારની લડત ચલાવેલી હતી રાજ્યના દુકાનદાર ભાઈઓ પોષણક્ષમ બને એ માટે દરેક દુકાનદારભાઈ કે જેઓને 20 હજાર રૂપિયાથી ઓછું કમિશન થાય છે આવા વેપારી ભાઈઓને મિનિમમ રૂ.20,000 કમિશન મળે એ માટે સરકાર સાથે ગત પહેલી ઓગસ્ટથી આ ચળવળનું મંડાણ કર્યું હતું અને બીજી સપ્ટેમ્બર સુધી લગભગ 50 ટકા જેટલું પરિણામ પણ મેળવ્યું હતું કોઈ કારણોસર કે ગમેતેના પાપે વેપારીભાઈઓની માંગણી સંતોષતી વખતે 300 રેશનકાર્ડની મર્યાદા મુકીને સરકાર દ્વારા વેપારીભાઈઓ સાથે  ભયંકર છલ કરવાં આવ્યું હતું જેના કારણે મિનિમમ વીસ હજાર રૂપિયા કમીશન મેળવવા માટે વેપારીભાઈઓનો એક મોટા વર્ગ વંચીત રહી ગયો હતો.

ત્યારે બન્ને એસોસીએશનના આગેવાનો દ્વારા નિયામક સચિવ પુરવઠા પ્રધાન તથા મુખ્યમંત્રી સુધી આ વાત લઈ જઈને સરકારને વેપારીભાઈઓ સાથે થયેલા છલથી વાકેફ કરવામાં આવી હતી તથા જો વેપારીભાઈઓને પોતાનો હક્ક નહી મળે તો ફરીથી અસહકારની લડત ચલાવવામા આવશે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

સરકાર લગભગ દશેરા સુધીમાં કોઈ નિર્ણય લઈ લેશે એવા આશ્વાસન સાથે બંને એસોસિયેશન તથા એસોસિએશનના આગેવાનો અને મોટાભાગના વેપારી ભાઈઓ રાહ જોતા રહ્યા હતા. પરંતુ સરકાર તરફથી કોઈ સળવળાટ જાણવા મળેલ ન હોય બંને એસોસિયેશનના આગેવાનો દ્વારા છેલ્લા ત્રણ દિવસની મથામણ બાદ અસહકાર પાર્ટ ટુ આંદોલન ચાલુ કરવાનો નક્કી કરવામાં આવ્યો છે.

મિનિમમ વિસ હજાર કમીશન સસ્તા અનાજના દુકાનદારો માટે એક મોટી અને ભવ્ય જીત હતી આ જીત માટે ગુજરાતના દરેક દુકાનદાર ભાઈઓએ આ લડતમાં  ખુબજ ઉત્સાહ પુર્વક પૂરી નિષ્ઠાથી ભાગ લીધો હતો અને જીત પણ મેળવી હતી પંરતુ કોઈ અકળ કારણોસર આપણી માંગણીમા છેદ કરીને આપણી માંગણીને અડધી કરીને  બે ભાગમાં વહેંચી નાખવામા આવી હતી ત્યારથી જ આગેવાન ભાઈઓએ આ પ્રકારનું કપટ સાંખી ન લેવાનો મનસૂબો સરકાર તરફ વ્યક્ત કર્યો હતો જેના અનુસંધાને આજ દિવસ સુધી સરકાર  તરફથી કોઈ નિર્ણય ન લેવાતા ફરીથી અસહકારની લડત ચલાવવાનો નિર્ણય બન્ને એસોસીએશનના પ્રમુખો પ્રહલાદભાઈ મોદી તથા આદરણીય મહિપતસિંહ ગોહિલ દ્વારા  લેવામાં આવ્યો છે.

જે વેપારીભાઈઓને મિનિમમ વિસ હજાર રુપિયા કમીશન મળવાપાત્ર છે છતા તેવો વંચીત રહ્યા છે એ માટે આવનારી પહેલી નવેમ્બર 2023થી ગુજરાત ભરના વેપારીભાઈઓ પરમીટ તથા ચલણ જનરેટર નહી કરે જથ્થો નહી ઊતારે વિતરણ નહી કરીને  સરકાર તરફ અસહકારની લડતના મંડાણ કરશે સાતમ આઠમ બાદ ફરીથી આવનારા દિવાળીના તહેવારોમા પણ હોળી જેવો ઘાટ સર્જાશે તો તેની પુરેપુરી જવાબદારી સરકારનીની રહેશે  બંને એસોસીએશનના આગેવાનો દ્વારા નિર્ણય આ લેવામાં આવ્યો છે. તેમ પ્રહલાદભાઈ મોદી અને મહિપતસિંહ ગોહિલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.