Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બુધવારથી રવિવાર સુધી “દિવાળી ઉત્સવ” રેસકોર્ષ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

બુધવારે સાંજે 6 વાગ્યે બાલભવન, રેસકોર્ષ ખાતે “દિવાળી ઉત્સવ” રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના વરદ હસ્તે શુભારંભ થશે. શુક્રવારે રાત્રે 7 વાગ્યે માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. જેનું દિપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાના વરદ હસ્તે કરવામાં આવશે. શનિવારે રેસકોર્સ રિંગ રોડ ખાતે “રંગોળી સ્પર્ધા” અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે.

શનિવારે રંગોળી સ્પર્ધા: રેસકોર્સ રિંગ રોડ ફરતે આકર્ષક થીમ બેઇઝ લાઇટીંગ ડેકોરેશન કરાશે

આ અંગે વધુ માહિતી આપતા મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા તા.8 થી 12 નવેમ્બર, દરમ્યાન રેસકોર્સ રિંગ રોડ ખાતે ભવ્ય “દિવાળી ઉત્સવ” આયોજન કરવામાં આવ્યું છે. જેમાં, એન્ટ્રી ગેઇટ, આકર્ષક થીમ બેઇઝ લાઈટીંગ ડેકોરેશન, ભવ્ય આતશબાજી, રંગોળી સ્પર્ધા, સેલ્ફી પોઈન્ટ વગેરે દિવાળી ઉત્સવમાં વિશેષ આકર્ષણોનો ઉમેરો કરશે.

બુધવારે સાંજે 6 વાગ્યે બાલભવન, રેસકોર્ષ ખાતે “દિવાળી ઉત્સવ” રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાના વરદ હસ્તે શુભારંભ થશે. તા.10 ના રોજ રાત્રે 7 વાગ્યે શ્રી માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ, રેસકોર્સ ખાતે ભવ્ય આતશબાજી યોજાશે. જેનું દિપ પ્રાગટ્ય પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાના વરદ હસ્તે કરવામાં આવશે. તા.11 ના રોજ રેસકોર્સ રિંગ રોડ ખાતે “રંગોળી સ્પર્ધા” અંતર્ગત સ્પર્ધકો રંગોળી તૈયાર કરશે. સ્પર્ધકો દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી સાંજે શહેરીજનો નિહાળી શકશે. રેસકોર્સ રિંગ રોડ ફરતે બુધવારથી રવિવાર સુધી આકર્ષક થીમ બેઇઝ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવશે. રેસકોર્સ રિંગ રોડ ખાતે એન્ટ્રી ગેઇટ અને સેલ્ફી પોઈન્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

દિવાળી ઉત્સવ પ્રસંગે ચિત્રનગરીની ટીમના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.11 ના રોજ બપોરે 3 કલાકથી રાત્રીના 11:30 કલાક દરમ્યાન રેસકોર્ષ રીંગરોડના 2.7 કિ.મી.ના એરિયામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં કોઈપણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકશે. આ હરીફાઈમાં પ્રથમ 3 વિજેતાને અનુક્રમે રૂ.15 હજાર, રૂ.10 હજાર અને રૂ.5 હજાર પુરસ્કાર તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત 20 રંગોળીના કલાકારોને રૂ.1000/- પુરસ્કાર તરીકે આપવામાં આવશે. જે સ્કૂલ, કોલેજ કે કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવા માંગતા હોય તેઓ ચિત્રનગરી કાર્યાલય (રેસકોર્ષ સ્વિમિંગ પુલની સામે) સોમવાર સુધી સાંજે 05:00 થી 08:00 દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત મોબાઈલ નંબર 92280 90895 ઉપર પણ વ્હોટસઅપ મેસેજ દ્વારા પણ રજીસ્ટ્રેશન કરાવી શકશે.

આ “દિવાળી ઉત્સવ” તથા આતશબાજી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રામભાઈ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ઉદય કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જીલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા તેમજ અગ્રણી ઉદ્યોગપતિ મનસુખભાઈ પાણ અને વલ્લભભાઈ સતાણી વગેરે ઉપસ્થિત રહેશે.

“દિવાળી ઉત્સવ” તમામ કાર્યક્રમો માણવા શહેરીજનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.