ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં લોકપ્રિય H-1B અને L-1 જેવા નોન-ઈમિગ્રન્ટ વિઝાનું રિન્યૂઅલ ટ્રંપ સરકારે મુશ્કેલ બનાવ્યું છે. મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી કંપનીઓ ભારતીય કર્મચારીઓને આ વિઝાથી અમેરિકામાં કામ કરવા બોલાવે છે. હવેથી એક્સટેન્શન માગવામાં આવે ત્યારે પણ પુરાવા આપવાની જવાબદારી અરજદારની છે. અમેરિકાના સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઈએસ) વિભાગે તેની 13થી વધુ વર્ષ જૂની નીતિને રદબાતલ કરી હતી.  યોગ્યતા સ્થાપિત કરવાના પુરાવા આપવાની જવાબદારી દરેક વખતે અરજદારની જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.