Abtak Media Google News

આમ તો વાહનો પર લોકો લાખો કરોડો રુપિયા ખર્ચતા હોય છે. પરંતુ જયપુરના ભાઇ-બહેને જે રીતે સ્કુટર ખરીદ્યુ તે જાણી તમારા ચહેરા પર એક સ્મિત જરુર આવશે. એક સાંજે શો રુમ બંધ થવાની તૈયારીમાં હતું કે ૧૩ વર્ષનો એક છોકરો પોતાની મોટી બહેન સાથે બે બેગમાં સિક્કા ભરીને શો રુમમાં આવી પહોંચે છે. યશ આ ૬૨ હજાર રુિ૫યાના સિક્કાથી પોતાની મોટી બહેન માટે સ્કુટર ખરીદવા માટે આવ્યો હતો, આટલા બધા સિક્કા પહેલા તો શો રુમના કર્મચારીઓએ ના પાડી દીધી પરંતુ બાદમાં શો રુમનો મેનેજર સ્કુટર આપવા તૈયાર થઇ ગયો હતો. સ્ટાફને આ સિક્કાની ગણતરી કરવા ૨.૫ કલાક થયા. આ ભાઇ-બહેનની સ્ટોરીને યુપી પોલીસે પોતાની હેલ્પલાઇન ૧૦૯૦ના ફેસબુક પેજ પર શેર કરી હતી. આ વિશે શો રુમ ડિલરે જણાવ્યું હતું કે અમારી પાસે આવા ગ્રાહકો આવતા હોય છે જે એમાંઉટ સિક્કામાં લાવતા હોય પરંતુ એવુ ક્યારેય નથી બન્યુ કે આખી રકમ સિક્કામાં લઇને કોઇ આવ્યુ હોય, બહેનના ભાઇ યશે જણાવ્યું હતું કે આ પૈસા તેમણે પોતાની પોકેટમનીમાંથી બચાવ્યા છે અને નોટ મળે તો ક્યાક વપરાઇ થશે તે ભયથી અમે તેને સિક્કામાં ફેરવતા ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.