Abtak Media Google News

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ

આસામ અને સરકાર પર રાજનૈતિક પ્રહારો કર્યા

આસામમાં રાષ્ટ્રીય સિટીઝનની નોંધણી ન કરાવનારાઓને પણ મતદાન કરવાની છુટ આપવામાં આવી છે. ચુનાવ આયુકત ઓપી રાવતે જણાવ્યું હતું કે ઓનઆરસીમાં જેના નામ કાપવામાં આવ્યા છે તેણે ચિંતા કરવાની જોઇ જરુર નથી, જો તેના નામ વોટર લીસ્ટમાં હશે તો તેઓ પણ મતદાન કરી શકશે. અને એનઆરસીના આધારે તેનું નામ કાપવામાં આવશે નહી ૪ જાન્યુઆરીના રોજ વોટર લીસ્ટ જાહેર કરવામાં આવશે. માટે જેના નામ કાપવામાં આવ્યા છે તેઓ હજુ પણ વોટર જ રહેશે.

જણાવી દઇએ કે આસામમાં સોમવારે રાષ્ટ્રીય નાગરીક રજીસ્ટરમાં ૩.૨૯ કરોડ લોકોમાંથી ૪૦ લાખથી પણ વધુ લોકોને બહાર કરી દેવામાં આવ્યા છે. તેના ભવિષ્યની ચિંતાને લઇને રાષ્ઠ્રવ્યાપી વિવાદ સર્જાયો છે. ૧૦ લાખ આવેદનોને નાગરીકતા આપવાની મનાઇ કરતા વિવાદ થઇ રહ્યો છે. ભારતના રજીસ્ટ્રાર જનરલ શૈલેષે જણાવ્યું કે, આવેદનોમાં પુરતી તકો આપવામાં આવશે. તેઓ ૩૦મી ઓગસ્ટ થી ર૮ સપ્ટેમ્બર સુધીના આખરી ફાઇનલ લીસ્ટ જાહેર કરશે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આસામ અને મોદી સરકાર પર રાજનૈતિક પ્રહારો કર્યા હતા. મમતાનો આરોપ છે કે જે લોકો સાથે આધાર કાર્ડ, મતદાન ઓળખ અને અન્ય દસ્તાવેજો કારણ કે અધિકારીઓ સંતુષ્ટ નથી, મમતા બેનર્જીએ આ મુદ્દે પ્રખર વિરોધ કર્યો હતો. નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન્સના નિયમ અંતર્ગત જે વ્યકિત સીટીઝનશીપ રજીસ્ટરમાં નહીં હોતા તેને અવૈઘ નાગરીક માનવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.