Abtak Media Google News

‘એપલ’ વિશ્વની પ્રથમ વન ટ્રીલીયન ડોલર કંપની થઈ ગઈ…!

એપલ કંપની એક ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ ૬૮,૬૨૦ અરબ રૂપિયા ધરાવતી પહેલી લિસ્ટેડ કંપની થઈ ગઈ છે. એપલના શેર ૨.૮ ટકા ઉપર ઉઠયા છે. જેમાં ત્યારબાદ મંગળવારથી અત્યાર સુધીમાં ૯ ટકાનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે એપલે મંગળવારે જ પોતાના પરિણામનું એલાન કર્યું હતું. બુધવારે એપલના શેયરમાં ૬ ટકાની તેજી આવી ત્યારબાદ ગુરુવારે એપલના શેરમાં ઘણો વધારો થયો.

Advertisement

આ અગાઉ શાંધાઈના શેયર બજારમાં પેટ્રોચાઈનાનું માર્કેટ વેલ્યુએશન આ સ્તર સુધી પહોંચ્યું હતું તેવામાં એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચનારી કંપનીઓમાં એપલ અમેરિકાની પહેલી અને દુનિયાની બીજી કંપની છે. ૧૯૮૦માં લિમિટેડ કંપની બન્યા બાદથી અત્યાર સુધી એપલે ૫૦ હજાર ટકાનો વધારો કર્યો છે એટલે કે એપલની હાલની સંપતિ ન્યુઝીલેન્ડ અને પોર્ટુગલ જેવા દેશની સંપતિ બરાબર છે.

એપલને આ સ્તર પર ટકી રહેવા માટે તેની પ્રોડકટમાં નવા પ્રયોગ કરવા પડશે. એપલની નજીકની જ એમેઝોન અને અલ્ફાબેટ પણ તેનાથી વધારે દુર નથી. મહત્વનું છે કે ૧૯૭૬માં કોફાઉન્ડર સ્ટીવ જોબ્સે તેને એક ગેરેજમાં શરૂ કરી હતી. એપલની માર્કેટ વેલ્યુ અકસોન મોબાઈલ, પીએન્ડ જી અને એટીએડટીની સંયુકત કમાણીથી વધારે છે. ૩ કો-ફાઉન્ડરોથી એકમાંથી એક સ્ટીવને ૮૦ના દશકમાં કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા. લગભગ ૧૦ વર્ષ પછી તેમણે કંપનીમાં ફરી પદાર્પણ કર્યું અને એપલ પ્રોડકટથી માર્કેટમાં ધુમ મચાવી દીધી. તેમણે ૨૦૦૭માં કમ્પ્યુટરથી ફોકસ ઓછુ કરી આઈફોન લોન્ચ કર્યો. ત્યારબાદ સેમસંગ, ઈન્ટેલ, માઈક્રોસોફટ, નોકિયા જેવી કંપનીઓને ઝટકો આપ્યો.

યુએસની પાંચ સૌથી મોટી કંપનીઓમાં એપલનો સમાવેશ થાય છે. આઈફોન બનાવનારી આ કંપની ભારતની બે સૌથી મોટી કંપની રિલાયન્સ અને ટીસીએસથી દસ ઘણી મોટી કંપની છે. વર્લ્ડ બેંકના આંકડા પ્રમાણે દુનિયાના ૧૯૩ દેશોમાંથી માત્ર ૧૬ દેશ જ છે જેની જીડીપી એપલના માર્કેટ ગ્રોથથી વધારે છે એટલે કે ૧૭૭ દેશથી વધારે અમીર છે એપલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.