Abtak Media Google News

કેશોદમાં ધોધમાર વરસાદની રાહ

કેશોદમાં ગઇકાલે અસહ્ય ગરમી બાદ દિવસના ઝાપટા પડયા હતા આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે લોકો જોરદાર મેઘરાજા એન્ટ્રીની રાહ જોઇ રહ્યા છે.

આ વર્ષે મેધરાજાનું સમયસર આગમન થતા લોકો ભીમ અગિયારસના દિવસે વાવણી કરી લીધી હતી ત્યારે બાદ થોડા થોડા દિવસ વરસાદ થતો રહેતા સૌરાષ્ટ્રભરમાં મગફળી સારુ વાવેતર થયું છે. અને મગફળી પાક સતત વરસાદી પાણી મળતું જતાં મગફળી પાક સારો દેખાય છે.

ગરમીથી લોકો ત્રસ્ત થઇ ગયા છે ત્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે લોકો મેધરાજાને મન મૂકીને વરસવાની પ્રાર્થના કરી રહ્યા છે. કેશોદના ગ્રામ્ય  પંથકમાં સારો વરસાદ થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.