Abtak Media Google News

સ્વ. વિજયભાઇ ધોળકીયાની સ્મૃતિમાં તેમના ર૮માં નિવાર્ણદિન વિદ્યાજલી દિવસ ઉજવાયો: શ્રેષ્ઠ રત્નોનું કરાયું વિશેષ સન્માન

 

સ્વ. વિજયભાઇ ધોળકીયા સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ સંચાલીત સૌરાષ્ટ્ર હાઇસ્કુલના શિક્ષક અને આચાર્ય તરીકે ત્યાં નિવૃત્તિ બાદ સંસ્થાના ટ્રસ્ટી તરીકે ઉતમ કામગીરી કરી હતી.

સ્વ. વિજયભાઇ ધોળકીયાએ અસંખ્ય વિઘાર્થીઓની કારકીર્દી ઘડવામાં મહત્વનો ફાળો આપ્યો છે. સ્વ. વિજયભાઇ ધોળકીયાની સ્મૃતિમાં તેમના ર૮માં નિર્વાણદિન સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાંજલી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. સ્વ. વિજયભાઇ ધોળકીયાની યાદમાં તેમની સેવાઓને અંજલી આપવા વિવિધ ક્ષેત્રના કાર્યરત મહાનુભાવોને સન્માન આપી વિદ્યાજલી આપવામાં આવી હતી.

આ પ્રસંગે વિજયભાઇને અંજલી આપતા કર્ણાટક રાજયના રાજયપાલ વજુભાઇ વાળા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ શરુઆત વજુભાઇ વાળા અને સ્વ. વિજયભાઇ ધોળકીયાના પત્નિ દિવ્યાબેન ધોળકીયા દ્વારા દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી.

આ તકે ડો.નિદત બારોટે જણાવ્યું હતું કે આધુનિક સમયમાં ઉતમ કહી શકાય તેવું સ્વ. વિજયભાઇ ધોળકીયાનું નેતૃત્વ સંસ્થાને પ્રાપ્ત કર્યુ હતું. વિજયભાઇને યાદ કરતા તેઓએ વિજયભાઇ કેવી રીતે વિઘાર્થીઓની નાનામાં નાની વસ્તુઓનો ખ્યાલ રાખતા તે જણાવ્યું હતું.કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.

સહકારી ક્ષેત્રે ખાદીગ્રામોઘોગ માફરતે હજારો લોકોને રોજગારી આપનાર સમગ્ર દેશમાં ખુબ મોટી ચાહના મેળવનાર અને અનેક રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડથી સન્માનીત દેવેન્દ્રભાઇ દેસાઇ રાજકોટના જ વતની અને રાજકોટને જ પોતાની કર્મભૂમિ બનાવી મુક સેવા કરતા રહ્યા છે.

સૌરાષ્ટ્ર હાઇસ્કુલના ટ્રસ્ટ સાથે ખુબ નીકટથી સંકળાયેલા અંગ્રેજી વિષયના નિષ્ણાંત અને પી.ડી. માલવીયા કોલેજ ભૂતપૂર્વ અઘ્યાપક નલીનકાંતભાઇ છાયાએ શિક્ષણક્ષેત્રે ખુબ જઉંચુ પ્રદાન આપ્યું છે. તેઓ વિઘાર્થીઓમાં પણ ખુબ જ લોકપ્રિય હતા. વિજયભાઇ ધોળકીયાને સાથે તેઓએ નજીકથી કામ કર્યુ હતું. શિક્ષણક્ષેત્રના આવા વ્યકિતનું સન્માન કરી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટે તેઓને ઋણ સ્વીકાર કર્યો હતો.

સૌરાષ્ટ્ર યુનિ. ગુજરાત સાહિત્ય ભવનના પ્રાઘ્યાપક નીતીનભાઇ વડગામાએ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે અનેક કવિતાઓ લખી છે.  અનેક યુવા સાહિત્યકારો તૈયાર થાય તે માટે સતત કાર્યરત રહ્યા છે. મોરારીબાપુથી શરુ કરી જાણીતા કવિઓ સાથે નજીકથી કાર્ય કરી સાહિત્યમાં અનેરા સંશોધનનું પ્રદાન કર્યુ છે. રાજકોટના કવિ નીતીનભાઇ વડગામાનું સન્માન કરી સૌરાષ્ટ્ર હાઇસ્કુટ તેમના વિશિષ્ટ વ્યકિતત્વનો ઋણ સ્વીકાર કર્યો હતો.

વજુભાઇ વાળાએ પોતાના વકતત્વમાં વિજયભાઇને અંજલી આપી હતી અને સ્મરો યાદ કર્યા હતા બહાદુરભાઇ ધોળકીયા સંસ્થાના પૂર્વ વિઘાર્થી ડોલરરાય માંકડ, ઉચ્છરંગરાય ઢેબર સહીત બધાને યાદ કર્યા હતા.વજુભાઇ વાળાએ સંસ્થાની પ્રગતિને બીરદાવી હતી.કાર્યક્રમના અંતમાં આભાર વિધિ ડો. હરદેવસિંહ જાડેજાએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર.ડી. ગારડી કોલેજના આચાર્ય ડો. ભાવના મહેતાએ કર્યુ હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.