ભાજપ – કોંગ્રેસ નહીં હવે અમે નવી આશ: ‘આપ’ ના ઉમેદવારે ભર્યા ફોર્મ

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબકકાના મતદાનમાં જે 89 બેઠકો માટે વોટીંગ થવાનું છે તે બેઠકો માટે આજે સવારથી ઉમેદવારી ફોર્મ ભરવા માટે  ઉમેદવારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આજે રાજકોટની બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્યા હતા.

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર શિવલાલભાઇ બારસિયાએ ગઇકાલે જ ફોર્મ ભરી દીધું હતું. દરમિયાન આજે રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર રાહુલભાઇ ભુવા, પશ્ર્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશભાઇ જોશી અને રાજકોટ ગ્રામ્ય બેઠકના ઉમેદવાર તરીકે વશરામભાઇ સાગઠીયાએ ફોર્મ  ભર્યુ હતું. વિધાનસભાની આગામી ચુંટણીમાં આપ ગુજરાતમાં ત્રીજો વિકલ્પ બની ઉભરી રહ્યું છે. ત્યારે પ્રજાજનો માટે પણ આપ આશાની નવી કિરણ બની રહ્યું છે.