સરકાર સાથે નારાજગી નથી, તબિયત ખરાબ હોવાથી રાજીનામું આપ્યું: મનસુખ વસાવા

 

ગુજરાતમાં ભાજપના સાંસદે રાજીનામું ધરી દેતા રાજકીય ભૂકંપ આવ્યો હતો. ભરુચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. બીજી તરફ તેમણે સરકાર સાથે કોઈ નારાજગી ના હોવાનું પણ કહ્યું હતું.

ભાજપ સાંસદ મનસુખ વસાવા રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા.એમણે મીડિયા સાથેની વાતચિતમા જણાવ્યું હતું કે મારે ભાજપ પક્ષ અને સરકાર સાથે કોઈ નારાજગી નથી.

મારી છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત તબિયત રહે છે એ મારા નજીકના મિત્રો પણ એ જાણે જ છે.મેં મામલે અગાઉ પાર્ટીમાં પણ જાણ કરી હતી.

મનસુખ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે નાદુરસ્ત તબિયતને લીધે હું મારા મતવિસ્તાર વધુ પ્રવાસ કરી શકું એવી સ્થિતિમાં નથી, મારા વિસ્તારના લોકોના પ્રશ્નો પણ હું હલ કરી શકું એમ નથી. હું ભાજપ પક્ષ અને મારા મત વિસ્તારના લોકોને જો ન્યાય ન આપું તો મારે પક્ષમાં રહેવાનો કોઈ અધિકાર નથી.