Abtak Media Google News

રપ લાખનો કોન્ટ્રાકટ રદ કરવા બદલ સરકારને પ.૪૫ કરોડ ચુકવવા સુપ્રિમનો હુકમ

દેશના ન્યાયતંત્રના મહત્વના ચુકાદા સમાન રર વર્ષ અગાઉ મિઝોરમમાં ૪૦ મીટર ના બી્રજ માટેનો રપ લાખનો કોન્ટ્રાકટ રદ કરવા બદલ સરકારને ૫.૪૫ કરોડ ચુકવવા સુપ્રિમ કોર્ટે હુકમ કર્યો છે. જેના પરથી કહી શકાય કે બેદરકારી માટે ફકત કોન્ટ્રાકટરને સજા ન હોય, સરકારે પણ સજા ભોગવવી પડે છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ માઇક્રો સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) એકટ ૨૦૦૬ હેઠળ સુપ્રિમે આ સજા ફાળવી છે.

જેમાં સરકારને મુળ રકમની ત્રણ ગણી રકમ ચક્રવૃઘ્ધિવ્યાજ સાથે ચુકવવા જણાવવામાં આવ્યું હતું. તેમજ મિઝોરમ ખાતે ડેમાગીરી મારપરા રોડ પર કોન્ટ્રાકટ રદ કરી નિર્માણ ન કરવા બદલ ર૦ ગણી રકમ ચુકવવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૯૫માં હિન્દુસ્તાન મેટલ રીફીલીંગ વર્કસ દ્વારા  ડિઝાઇન કરેલ કોન્ટ્રાકટમાં રસ દાખવ્યો હતો. જેના માટે ૨૫.૪૫ લાખ જેટલો ખર્ચ બ્રિજ બનાવવા માટે કરવાનો હતો. આ કોન્ટ્રાકટની કામગીરી છ મહિનામાં પુર્ણ કરવાની હતી. જે માટેની ગ્રાન્ટની ફાળવણીમાં લાંબાગાળા સુધી ન થતાં ખાનગી કંપનીએ તેનું કાર્ય પૂર્ણ કર્યુ ન હતુંં. કેન્દ્ર દ્વારા આ કોન્ટ્રાકટ ૨૦૦૫ સુધી ચાલુ રાખવામાં આવ્યો હતો. તે પહેલાથી જ વિવાદમાં હતો. કેન્દ્ર દ્વારા ૨૦૦૯ સુધીમાં ખાનગી કંપનીને ૧.૬૫ કરોડ જ ચુકવવામાં આવ્યા હતા. જે પણ ૮૬.૬૩ લાખના વ્યાજ ચડાવીને ચુકવ્યા હતા.

અગાઉ યુપીએ સરકાર દ્વારા ત્રણ વર્ષમાં ચુકવી આપવાની ખાતરી આપવામાં આવી હતી જે પુર્ણ ન થતાં આ મામલો ઇઝાવલના જીલ્લા ન્યાયધીશ સમક્ષ આવતા તેમણે નોઘ્યું હતું કે કેન્દ્ર તેમના કોન્ટ્રાકટના ૭૫ ટકા  નાણા ફાળવવા માટે નિષ્ફળ જતા કાયદેસર રીતે ચુકવવા જણાવવામાં આવ્યું હતું.

આ ચૂકવવા પાત્ર રકમના વિરોધમાં કેન્દ્રએ આ કોન્ટ્રાકટ ૨૦૧૪માં હાઇકોર્ટમાં અપીલ કરી હતી. કેન્દ્ર દ્વારા ૧.૨૩ કરોડ ચુકવાઇ ગયા હતા જે ૭૫ ટકા હતા. ત્યારે હાઇકોર્ટમાં વધારે ચુકવવા માટે આજ દીન સુધીના નાણા વ્યાજ સાથે ચુકવવા માટે જણાવાયું હતું તેથી સામે ખાનગી કંપનીના કહેવા મુજબ વ્યાજ સાથે આ  ૨.૬૨ કરોડ થતા હતા. જે ચુકવવા કેન્દ્રને હાઇકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

આ કેસ ગત વર્ષે ર૩ સપ્ટેમ્બરમાં હાઇકોર્ટમાંથી ડીસમીસ કરાયો હતો. તેમજ કેન્દ્ર તેના નાણા ચુકવવા માટે નિષ્ફળ જતા એમ.એસ.એમ.ઇ. એકટ હેઠળ સુપ્રિમ કોર્ટની બેન્ચ દ્વારા કેન્દ્રની અરજી ફગાવવામાં આવી હતી તેમજ કેન્દ્રને આ નાણા વ્યાજ સહીત ૫.૪૫ કરોડ  કંપનીને ચુકવવા માટે હુકમ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.