Abtak Media Google News

૧૦૦થી વધુ ગામોને અસર, સ્ટેટ વિભાગ હસ્તકના ૩ હાઈવે હજુ બંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબકેલા મેઘાએ સર્વત્ર વિનાશ વેર્યો છે. ઘોડાપૂરના મારથી હજુ લોકો બહાર આવ્યા નથી. ત્યાં પૂરના પાણીને કારણે જિલ્લામાં તૂટેલા રસ્તાઓએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. પંચાયત હસ્તકના ૮૩ રસ્તાને નુકશાન થયુ છે. પરિણામે ૧૦૦થી વધુ ગામડાના લોકોને અસર થઇ છે. ત્યારે યુધ્ધના ધોરણે કામ કરી રસ્તા ચાલુ કરવા તે તંત્ર માટે પણ પડકારરૂપ બની ગયુ છે.

સુરેન્દ્રનગરજિલ્લામાં ખાબકેલા મેઘાએ સર્વત્ર વિનાશ વેર્યો છે. ઘોડાપૂરના મારથી હજુ લોકો બહાર આવ્યા નથી. ત્યાં પૂરના પાણીને કારણે જિલ્લામાં તૂટેલા રસ્તાઓએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. પંચાયત હસ્તકના ૮૩ રસ્તાને નુકશાન થયુ છે. પરિણામે ૧૦૦થી વધુ ગામડાના લોકોને અસર થઇ છે. ત્યારે યુધ્ધના ધોરણે કામ કરી રસ્તા ચાલુ કવા તે તંત્ર માટે પણ પડકારરૂપ બની ગયુ છે.

ઝાલાવાડમાં બારે મેઘ ખાંગા થયા બાદ જનજીવન સાથે સૌથી વધુ અસર સુરેન્દ્રનગર જિલ્લાના રસ્તાઓને થઇ છે. જેમાં નેશનલ હાઇવે, સ્ટેટ વિભાગના રસ્તા સહિત જિલ્લા પંચાયતના રસ્તાઓને ખાસ નુકશાન થયુ છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત હસ્તકના ૮૩ રસ્તાઓ વરસાદને કારણે ધોવાઇ ગયા છે. જેના લીધે ૧૦૦થી વધુ ગામડાઓના લોકોને અસર થઇ છે. રસ્તાઓના કામ ચલાઉ રીપેરીંગ માટે હાલ સરકાર પાસે રૂપિયા ૭૫ લાખની માંગણી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસેય તાલુકાઓમાં મળીને ૩૦થી વધુ ટીમો રસ્તાના રિપેરીંગ માટે કામે લાગી છે. જેમાં ૧ સુપરવાઇઝર, મજૂરો અને જેસીબીની ફાળવણી કરી દેવાઇ છે. સમગ્ર જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાઓને રૂપિયા ૧૨ કરોડથી વધુનુ નુકશાન થયુ હોવાનો હાલ અંદાજ પ્રાથમિક ધોરણે લગાવવામાં આવ્યો છે. જયારે સ્ટેટ વિભાગ હસ્તકના અનેક રસ્તાઓ પર હજુ પાણી ભરાયેલા છે. પાણી ઓસરી ગયા બાદ સર્વે કરી નુકશાનીનો અંદાજ લગાવવામાં આવશે. ઉપરાંત જિલ્લામાંથી પસાર થતા ચોટીલાથી બગોદરા સુધીના નેશનલ હાઇવેને પણ ભારે નુકશાન થયુ છે. જેનો સર્વે કરીને ઉચ્ચકક્ષાએ રીપોર્ટ મોકલાનાર છે. આ અંગે જિલ્લા પંચાયતના ઇજનેર ઉદયનભાઇ દવેએ જણાવ્યુ કે, જિલ્લા પંચાયત હસ્તકના ૭૫૦ થી વધુ રસ્તાઓમાંથી હાલ ૮૩ રસ્તાઓને નુકશાની પહોંચી છે. ૩૦થી વધુ ટીમોને કામે લગાડી એકાદ અઠવાડીયામાં તમામ રસ્તાઓના રિપેરીંગ કામ પૂર્ણ કરી દેવાનું આયોજન છે.

જિલ્લામાં સતત વરસાદને લીધે માર્ગ મકાન સ્ટેટ હસ્તકના રસ્તાઓને પણ નુકશાન થયુ છે. જેમા ધ્રાંગધ્રા કોંઢ સરા અને લીંબડી -સૌકા રોડ ચાલુ કરી દેવાયો છે. પરંતુ રસ્તા પર પાણી ભરાયા હોવાથી લખતર, હળવદ સરા અને ચોટીલા આણંદપુર રોડ પર હજુ સુધી વાહનવ્યવહાર પૂર્વવત થયો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.