Abtak Media Google News

૫૪ આસામીઓને ત્યાં હાથ ધરાયું ચેકિંગ: બીડીની ૩૨૦ જુડી, સિગરેટના ૧૬૮ પેકેટ, ૩ કિલો તમાકુ અને ૫૨ તમાકુવાળી ફાકીના જથ્થાનો નાશ

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મીટર ત્રિજયામાં તમાકુનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ ૫૪ આસામીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું. જે અંતર્ગત ૩૧ને નોટિસ ફટકારવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ૩૨૦ બીડીની જુડી, ૧૬૮ પેકેટ સિગરેટ, ૩ કિલો તમાકુ અને ૫૨ નંગ તમાકુવાળી ફાકીનો નાશ કરવામાં આવ્યો હતો.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે આરોગ્ય શાખા દ્વારા રાજકુમાર કોલેજ પાસે, શાસ્ત્રીમેદાન નજીક કુંડલીયા કોલેજ અને ગીતાંજલી કોલેજ પાસે, આર.કે.કોલેજ પાછળ, પીડીએમ કોલેજ પાસે, અંબાજી કડવા ચોકમાં સર્વોદય સાયન્સ સકુંલ પાસે, ધોળકીયા સ્કૂલ સામે, લાલબહાદુર સ્કૂલ પાસે, કોટેચા ગર્લ્સ સ્કૂલ અને ધમસાણીયા કોલેજ પાસે, માસુમ વિદ્યાલય, એસ.એન.કે. સ્કૂલ, સાધુ વાસવાણી સ્કૂલ, ડેલ્ટા સ્કૂલ, ગણેશ વિદ્યાલય સામે અને રોઝરી સ્કૂલ પાસે શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ મીટર નજીક તમાકુનું વેચાણ કરતા ૫૪ આસામીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત લક્ષ્મણભાઈ ઝાલા, શિવશકિત ભાજીકોન, સોનુંભાઈ સીંધી, રોયલ ફાસ્ટફુડ, કિસ્મત દાળ-પકવાન, હૈદરી દાળ-પકવાન, બાબુભાઈ ભુંગડા-બટેટા, કે.જી.એન્ડ વસીલા આમલેટ, મોમાઈ ટી સ્ટોલ એન્ડ પાન, રોશની પાન, સદગુ‚ દાળ-પકવાન, રાધે ડિલકસ પાન, ક્રિષ્ના ડિલકસ પાન, પટેલ પાન, ગાત્રાળ ટી સ્ટોલ, ચામુંડા પાન, બાબા પાન, કનૈયા પાન, જય દ્વારકાધીશ પાન, શિવશકિત ડિલકસ પાન, અશોક પાન, ગીરી પાન, ડિલકસ કનૈયા, ઉમાવંશી પાન, મઢુલી પાન, ભોલે પાન, બજરંગ સોડા એન્ડ પાન, બાલાજી પાન અને આઈ ખોડિયાર પાનને નોટિસ ફટકારવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.