Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા ફરેણીમાં નિકળ્યાને વૃક્ષો  કંપાયાનું ધ્યાનમાં આવતા કાર્યવાહી

અબતક,રાજકોટ

વર્ષો જુના મોટા વૃક્ષો જો નડતરરૂપ કે અડચણરૂપ થાય તો મહાપાલિકાની પરવાનગી મેળવીને વૃક્ષ ટ્રીમ કરી શકાય છે.  મ્યુનિ. કમિશનર અમિત અરોરા શહેરના વિવિધ સ્થળોની મુલાકાતે નીકળ્યા હતા. આ ફેરણી દરમ્યાન નાનામવા મેઈન રોડ પર પરવાનગી વગર વૃક્ષ કાપેલ તેમની નજરે પડતા તુર્ત જ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેના પગલે ગાર્ડન શાખા દ્વારા ડાઉનટાઉન રેસ્ટો કાફેને પરવાની વગર વૃક્ષ કાપવા બદલ નોટીસ આપવામાં આવી હતી.

Img 20220217 Wa0030

ગઈકાલે મ્યુનિ. કમિશનર શહેરના રાઉન્ડમાં નીકળતા નાનામવા મેઈન રોડ, વોર્ડ નં. 11માં આવેલ ડાઉનટાઉન રેસ્ટો કાફે પાસે ચાર વૃક્ષ કપાયેલા નજરે પડતા તુર્ત જ તપાસ કરવા સુચના આપી અને તપાસ દરમ્યાન માલુમ પડ્યું હતું કે આ રેસ્ટો કાફેએ રાજકોટ મહાનગરપાલિકાની પરવાનગી વગર જ પેલ્ટોફાર્મના ચાર વૃક્ષ ગેરકાયદેસર રીતે કાપેલ છે જે માટે આ કાફેને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.