Abtak Media Google News

પાનના ગલ્લા વાળાની માઠી

લોકડાઉનમાં ઘરે માવા બનાવવાની આદત અનલોકમાં યથાવત રહેતા પાનગલ્લાવાળાઓ નવરાધૂપ થયા: હવે વ્યસ્ત વ્યસનીઓજ પાનનાં ગલ્લેથી ખાય છે ‘ફાકી’

૨૫ માર્ચથી સમગ્ર ભારતમાં લોકડાઉન થયું ને બાદમાં અનલોક-૧ને અનલોક-૨ આવ્યું ને શહેરોમાં ધીમેધીમે બધુ રાબેતા મુજબ ખૂલવા લાગ્યું. સૌથી તકલીફ આ કોરોના મહામારીઓમાં વ્યસનીઓની થઈ હતી. પાન-ગલ્લા બંધ હોવાથી ગમેત્યાંથી ‘માવા’નું પ્લાસ્ટિક, સોપારી, તમાકુ રબ્બર રીંગને ચૂનો જેવી વસ્તુ કાળાબજારમા પણ લઈને વ્યસનીઓ એ વ્યવસ્થાકરી હતી.

અનલોક-૧-૨ ખૂલતા ફાકી વાળા એજન્સી વાળાને ત્યાંથી બધી વસ્તુઓલઈને ફાકી ઘરે જ બનાવવા લાગ્યા લોકડાઉનમાં ઘરે માવા બનાવવાની આદત હવે અનલોકમાં પણ વ્યસનીઓએ યથાવત રાખતા પાન-ગલ્લા વાળા નવરાધૂપ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રમાં ફાકી વ્યસનીઓની સંખ્યા ઘણી બધી જ છે. આપણા જેવી ફાકી બીજે કયાંય મળતી નથી. ફાકી ખાયને થૂંકવાની આદત પણ ‘સ્માર્ટ’ રાજકોટમાં માથાનો દુખાવો બની ગયો છે. ગઈકાલે જ જામનગરમાં ફરી પાનગલ્લા એક વીક માટે બંધ થયા ચા-પાન ગલ્લે મોટી ભીડ હોવાથી કોરોનાસંક્રમણ વધુ ફેલાય છે. તેને કારણે હવે ટેઈકઅવે ફકત પાર્સલ સુવિધા ઉપલબ્ધ કરાય છે.

આપણા શહેરમાં શેરી ગલીએ પાનના ગલ્લા દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આ ધંધામાં મોટી આવક હવે કોરોનાને કારણે ઘટતા પાન ગલ્લાની માઠી બેસી ગઈ છે. લોકો હવે ફાકી માટે મુલાકાતે આવનારની સંખ્યા દિન પ્રતિદિન ઘટવા લાગી છે. પાન-ગલ્લાનો વકરો સાવ ઘટી ગયેલ છે.

ઘેર તમો ફાકી બનાવો તો અંદાજે ૪ થી ૫ રૂા. સસ્તુ પડતું હોવાથી અને ગમે ત્યારે તમો બનાવી ખાય શકો એથી હવે હાથે ‘ફાકી’ બનાવનારની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. એજન્સીવાળાઓ પણ કહે છે કે પાન-ગલ્લા વાળાની સાથે ઘેર બનાવનારાઓ પણ અહિંથી માલ લઈ જાય છે.

સંયુકત કુટુંબમા રહેનારા કે એકલા રહેતા લોકો હવે ઘેર જ ‘ફાકી’ બનાવવા લાગ્યા છે.

પાનના ગલ્લે યુવા વર્ગ ઉભો કે બેસતો હોય તંત્ર પણ ત્યાં કોરોના કંટ્રોલ કચરો, ગંદકી ને કારણે સતત ચેક કરતા હોવાથી આ પાનવાળાએ સામાજીક અંતર જાળવવા દોરી આડસ સાથે નિત નવા અખતરા કર્યા છે.છતા પણ યુવા વર્ગ ઉભો રહેતો જોવા મળે છે.

આસપાસ પાન-ગલ્લાની દુકાનો વધવા લાગતા કેટલાય પાન વાળાએ દુકાનો વેચવા કાઢી કે ‘અલીગઢીયા’ તાળા લગાવી દીધા છે. કોરોના મહામારીને કારણે હવે વ્યસનીઓ ઘરે ફાકી બનાવવા લાગ્યા તેની વધતી જતી સંખ્યાએ પણ આ દુકાનોની મુશ્કેલી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પાન-ફાકીના વ્યસનીઓની સંખ્યા રાજકોટમાં ખૂબજ મોટી છે. જોકે હવે ‘પાન’નો યુગ પૂરો થવામાં ને ફાકીનો ચલણ વેગ ઝડપી બની ગયો છે. અનલોક-૧-૨માં તો ‘પાર્સલ’ સુવિધા વધુ પ્રચલિત થઈ ગઈ છે. કોરોના મહામારીએ લગભગ બધે જ આર્થિક અસરો કરી છે જેમાં પાન-ગલ્લા વાળાતો મોખરે મુશ્કેલીમાં મૂકાયા છે.

પાનનાં ગલ્લે મોટું પ્લાસ્ટિક ‘માસ્ક’

Dsc 1693

શહેરમાં કોરોના મહામારી પાન-ગલ્લા વાળાઓ કોરોના સંક્રમણ ઘટાડવા સાથે ફરી દુકાનો બંધ ન થાય તેથી અવનવા સામાજીક અંતર જાળવવા કે સંપૂર્ણ નિયમો પાળીએ છીએ એવું દેખાડવા નિત-નવા નૂસખા કરે છે. આવી જ વાત રાજકોટની એક દુકાને સમગ્ર દુકાન પ્લાસ્કિથી ઢાંકીને ફકત નાની ટીકીટ બારી જેવા હોલમાંથી ફાકી પાર્સલ આવવા ‘ટેઈકઅવે’નો નિયમ પાળતા વ્યવસ્થા કરી હોવાનું તસ્વીરમાં જોવા મળે છે. દૂરથી જોનારાએ પાનના ગલ્લે મોટુ પ્લાસ્ટિક ‘માસ્ક’ હોય એવું લાગે છે. સાવચેતી એજ સલામતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.