Abtak Media Google News

આંતરિયાળ વિસ્તારોમાં ગેસ કનેકશનના કારણે કેરોસીનની માંગ ઘટી!

સરકાર દ્વારા ડિઝલ અને ગેસ બાદ કેરોસીનની સબસીડી રદ કરવા માટે વિચારણા થઇ રહી છે. પ્રવર્તમાન બજાર મુજબ પેટ્રોલિયમ સેકટર અને અન્ય સેકટર કે જેમાં મોટા રોકાણો કરવામાં આવ્યા હોય તેમના પર નિયંત્રણ ઠરવાનો નિર્ણય ખાનગી કંપનીઓને ભારે પડી શકે તેમ છે.

Advertisement

હાલમાં જ રાજયની ઓઇલ ઉત્પાદન કરતી કંપનીઓ સાથે વાતચીત કરીને સબસીડી માટેના કેરોસીનને દર ચોથે દિવસે રપ પૈસા વધારવામાં આવી રહ્યા છે. તેના પરથી હજુ પણ વધારે ઓર્ડર સરકાર કરશે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. તેમજ તેલ મંત્રાલય દ્વારા આજ રીતે જુલાઇમાં ભાવ વધારવામાં આવ્યા હતા તેના પરથી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

બળતણ પર મોટી સબસીડી મળી રહી હતી. ત્યારે કેરોસીનની માંગ છેલ્લા ત્રણ ગામડાઓમાં સરકાર દ્વારા ગરીબ લોકોને ગેસ કનેકશન ફાળવવામાં આવતા ઘટી રહી છે. દિલ્હી અને ચંદીગઢ હાલ કેરોસીન ફ્રી શહેરો બની ગયા છે ત્યારે સબસીડી દ્વારા મેળવવામાં આવતા કેરોસીનનો ગેર ઉપયોગ થઇ શકે તેવી શકયતાના કારણે આ પગલું સરકાર ભરશે એવું સુત્રો જણાવી રહ્યા છે.

ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને બળતણની માંગ બજારમાં ઘટી રહી હોવાનું જણાવ્યું હતું તેમજ ૨.૫  કરોડ ગરીબ લોકોને પણ ગેસ કનેકશન ફાળવવાના છે. તેવી જાહેરાત કરી હતી.માટે સરકાર દ્વારા સબસીઠી દુર કરવાની આવશ્યકતા વ્યકત કરવામાં આવી રહીછે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.