Abtak Media Google News

ઉર્જા વિકાસ નિગમને પણ પગાર વધારાની નાયબ મુખ્યમંત્રી દ્વારા જાહેરાત

સાતમા પગાર પંચ મુજબ પગારવધારાના પડતર પ્રશ્ર્નને આ વર્ષે નિવારવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા ૨૧,૩૦૦ વિદ્યાસહાયકોને સાતમા પગારપ પંચ મુજબ ૭૩ ટકા પગારવધારો કરવાની ગઈકાલે જાહેરાત કરી હતી.

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા સરકારમાં ઉર્જા વિકાસ નિગમમાં ફરજ બજાવતા ૫૦,૦૦૦ કરતા વધુ કર્મચારીઓ, જળ નિગમ સહિતના મહાનગરપાલીકાના કર્મચારીઓને સાતમા પગાર પંચનો પગાર વધારાનો લાભ આપવાનો નિર્ણય કર્યો હતો. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે ૫૦,૦૦૦ કર્મચારીઓને ૧ ઓગષ્ટથી નવા ધારાધોરણો મુજબ પગાર ચૂકવવામાં આવશે.

આ પગાર વધારાને કારણે સરકાર માથે ૨૫૦ કરોડ, વીજ કંપનીઓને માથે ૨૭૬ કરોડ, બોર્ડ નિગમના માથે ૨૭.૧૮ કરોડ મળીને વધારાનો કુલ ૫૦૮.૧૮ કરોડનો બોજ પડશે. ૨૧,૩૬૩ ફિકસ પગારવાળા વિદ્યાસહાયકનો પગાર ૧૧,૫૦૦થી વધીને ૧૯,૯૫૦ થયો હતો એટલે કે વધારાના ૮૪૫૦નો લાભ તેમને મળશે જેને લીધે રાજય સરકારની તિજોરી ઉપર ૨૦૫ કરોડનો આર્થિક બોજો પડશે.આ પગાર વધારાનો અમલ ૧-૨-૨૦૧૭થી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.