Abtak Media Google News

રૂ.640 પ્રતિમાસ ચૂકવો અને બ્લૂ ટિક મેળવો: લાંબા વીડિયો, ઓડિયો સહિતની સવિશેષ સુવિધા મળશે

આપણે સૌ કોઈ ડિજિટલ મીડિયામાં ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર બ્લૂ ટિક વિશે તો જાણીએ જ છીએ. વ્યક્તિની લોકપ્રિયતા કે કોઈપણ ક્ષેત્રમાં તેની સિદ્ધિને આધારે તેમને બ્લૂ ટિક મળે છે જે એકાઉન્ટની અધિકૃતતા દર્શાવી છે. જેના આધારે ટ્વીટર પર વપરાશકર્તાઓને પ્રીમિયમ સેવા પણ આપવામાં આવે છે.

સોશિયલ મીડિયા પર લોકો વિવિઘ પ્રકારના શોર્ટ વિડિયો અને સમાચાર મૂકીને કમાણી કરતા હોય છે . આ ચાર્જ જે તે ઓટીટી દ્વારા ચૂકવવામાં આવે છે. આ સાથે મનોરંજનના વિવિઘ સબસ્ક્રિપ્ટશન કરાવીને પૈસા પણ ચૂકવતા હોય છે.  જેમાં ખાસ કરી ને ટ્વીટરનો વિશ્વવ્યાપી લોકો દ્વારા ઊપયોગ કરવામાં આવતો હોય છે સુરક્ષાના ભાગરૂપે જેમાં અધિકૃતતા દર્શાવતા એકાઉન્ટને ટ્વીટર તરફથી બ્લૂ ટિક આપવામાં આવતું હોય છે. પરપરંતું આ શું હવે તો બ્લૂ ટિક વેરીફાઈડ ટ્વીટર એકાઉન્ટસ કોઈ પણ ખરીદી શકશે અને માટે પણ પૈસા ચૂકવવા પડશે! એટલે કે પૈસા ચૂકવીને    કોઈપણ વ્યક્તિ હવે ટ્વિટરની દરેક સેવા મેળવી શકશે. તો ત્યારે પ્રશ્ન એ પણ થાય છે કે ટ્વીટર ઉપર વપરાશ કર્તાઓની સુરક્ષા હવે કેટલા પ્રમાણમાં ??

એલોન મસ્ક દ્વારા જાહેરાત કરવામાં આવી કે હવે ટ્વીટર પર કોઈપણ વ્યક્તિ 640 રૂ. પ્રતિ માસ ચૂકવી બ્લૂ ટિક મેળવી શકશે.નવા  એલોન મસ્કના જણાવ્યા મુજબ, તે કિંમત સાથે, વપરાશકર્તાઓને રીપ્લયાસ, મેન્શન્સ  અને શોધમાં પણ અગ્રતા મળશે, જે તેમણે કહ્યું હતું કે સ્પામ/સ્કેમ્સને હરાવવા માટે જરૂરી છે, તેમજ લાંબા વિડિયો અને ઑડિયો પોસ્ટ કરવાની ક્ષમતા, અડધા જેટલી  સોશિયલ મીડિયા કંપની સાથે કામ કરવા ઇચ્છુક પ્રકાશકો માટે ઘણી જાહેરાતો પોસ્ટ કરવાની પણ મંજૂરી મળશે. આ નિર્ણય ટ્વીટર દ્વારા કમાણી કરવાના હેતુસર કરવામાં આવી છે. એ પણ સંકેતો મળી રહ્યા છે કે  આ કિમંત વધીને 1600 રૂપિયા સુધી વધે તેવી શક્યતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.