Abtak Media Google News

યુજીસીના મહત્વપૂર્ણ નિર્ણયને કારણે આ ત્રણ પૈકી કોઈ પણ ડિગ્રી ધરાવતાં વિદ્યાર્થીઓએ હવે અલગથી પી.જી. કરવાની જરૂરિયાત રહેશે નહીં

યુનિવર્સિટી ગ્રાંટ કમિશન(યુજીસી) દ્વારા સી.એ.,સી.એસ. અને આઈ.સી.ડબ્લ્યુ.એ.ની હવે પછી પી.જી. એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન સમકક્ષ ગણવાની જાહેરાત કરી છે. યુજીસીના આ નિર્ણયને કારણે આ ત્રણ પૈકી કોઈ પણ ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ હવે અલગથી પી.જી  કરવાની જરૂરિયાત રહેશે નહીં.

Advertisement

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓળ ઇન્ડિયા, ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કંપની સેક્રેટરીઝ અને કોસ્ટ એકાઉન્ટ દ્વારા છેલ્લા કેટલાય સમયથી યુનિવર્સિટી ગ્રાંટ કમિશન સમક્ષ એવી રજુઆત કરવામાં આવી હતી કે, આ તમામ કોર્સને પી.જી. સમકક્ષ ગણવામાં આવે. તાજેતરમાં યુજીસી દ્વારા આ તમામ કોર્સને યુજીસી સમક્ષ ગણવાની સતાવાર જાહેરાત પણ કરી દેવાઈ છે. યુજીસીએ કરેલી જાહેરાતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સી.એ.,  સી.એસ. અને આઈ.સી.ડબ્લ્યુ.એ. દ્વારા કરાયેલી રજૂઆતનો યુજીસીની 18મી ફેબ્રુઆરીએ મળેલી બેઠકમાં સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. જેના આધારે હવે આ તમામ કોર્સને પી.જી. કોર્સની સમક્ષ ગણવામાં આવશે. એટલે કે  હવે પછી આ ત્રણ પૈકી કોઈ ઓણ ડીગ્રીને પી.જી.ની સમકક્ષ ગણવામાં આવશે.

આ કોર્સ કરનારા ઉમેદવારોએ હવે અલગથી પી.જી. કોર્સ કરવાની જરૂરિયાત રહેશે નહીં. સામાન્ય રીતે સી.એ., સી.એસ. કે કોસ્ટ એકાઉન્ટ કરનારા ઉમેદવારોએ કોઇ પણ જગ્યાએ પી.જી. ડિગ્રીની જરૂરિયાત હોય ત્યાં અરજી કરે તેમની પાસે પી.જી. ડીગ્રી ન હોવાના કારણે તેમને માન્ય કરાતા ન હતા. આ પ્રકારની સ્થિતિને કારણે સી.એ., સી.એસ. અને આઈ.સી.ડબ્લ્યુ.એ. કરનારા વિદ્યાર્થીઓએ અલગથી વે વર્ષ બગાડીને પી.જી.ની ડીગ્રી હાંસલ કરવી પડતી હતી. હવે પછી યુજીસી દ્વારા જાહેરાત કરીને આ તમામ ડિગ્રીને પી.જી. સમકક્ષ ગણવાની જાહેરાત કરાતા વિદ્યાર્થીઓએ અલગથી પી.જી. કરવાની જરૂરિયાત રહેશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.