Abtak Media Google News

કલેવર હાર્વેના કોર્સથી વર્તમાનમાં ભવિષ્ય ઘડતા બાળકો: ૯માં ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓ જૂનીયર એમબીએ થયા

આજના આધુનિક યુગમાં શિક્ષણ ખૂબજ જરૂરી છે. માત્ર ચોપડીયું જ્ઞાન જ નહી પણ શિક્ષણની સાથે પ્રેકિટકલ બનવું પણ એટલું જ જરૂરી છે. પરંતુ આ બાબતે ભણતરમાં ઘણી વખત ઉંમર બાધારૂપ બનતી હોય છે. આ બાધાને અવગણી હવે, નાનીવયે જ પ્રેકિટકલ બની એમબીએ બનવું હશેતો પણ બની શકશે ધો.૧૦-૧૨ પાસ કર્યા બાદ કોઈ પણ પ્રવાહમાં ગ્રેજયુએટની ડીગ્રી મેળવ્યા બાદ જ એબબીએમાં પ્રવેશ મેળવી શકાય છે. પર હવે આ પધ્ધતિ અનુસરવી જરૂરી નથી જો તમારામાં ટેલેન્ટ છે. આવડત અને કૌશલ છે તો તમે હવે, કોઈ પણ ઉંમરે એમબીએ બની શકો છો.

આ માટે કલેવર હાર્વે નામની એક સંસ્થાએ અતિ મહત્વકાંક્ષી એવો જૂનીયર એમબી નામનો પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. જેના થકી બાળકો વર્તમાનમાં પોતાનું ભવિષ્ય ઘડી શકશે એટલે કે તેઓ ભવિષ્યમાં જે બનવા ઈચ્છે છે જે મહારત હાંસલ કરવા ચાહે છે તે લક્ષ્યાંકને સ્પષ્ટ રીતે વર્તમાનમાં જોશે અને તે માટેની ટ્રેનીંગ લેશે. માસ્ટર ઈન બીઝનેશ એડમીનીસ્ટ્રેશન (એમબી) થવા માટે શું શું કરવું જોઈએ? કેવા કેવા મુદાઓ અંગે ગહન અભ્યાસ કરવો જોઈએ? ભવિષ્યમાં બજારમા કેવા કેવા પડકારો ઉભા થશે? તેના માટે કેવા ઉપાયો કારગત નીવડશે? એક સફળ એમબીએ કેવી રીતે બની શકાય ? આ તમામ પરિબળો ઉપર બાળકોને નાનીવયે જ અભ્યાસ કરાવાશે. આમ, હવે, એમબીએ નાની વયે પણ બની શકાશે.

ઉલ્લેખનીય છે કે, હાલના સમયમાં અભ્યાસ તો જરૂરી છે જ પણ સાથે સાથે કેવો અને કેવી રીતેનો અભ્યાસ પણ જરૂરી છે. ધો.૧૦ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ મુંઝવણમાં રહે છે કે તેઓએ કેવો પ્રવાહ (સાયન્સ, કોમર્સ, આર્ટસ કે ડિપ્લોમાં) પસંદ કરવો. ધો.૧૨ પાસ કર્યા બાદ ગ્રેજયુએશન અંગે મુંઝવણ રહે છે. વાલીઓ પણ એવો આગ્રહ રાખે છે કે તેમના તરૂણ સંતાનો ભણતર અંગે સ્પષ્ટ બને અને કારકીર્દી વાળા વિષયોની પસંદગી કરી આગળ વધે આ માટે શિક્ષકો, આચાર્યો કે સગા સંબંધીઓ પાસેથી રાય લેવામાં આવે છે. આ અંગે કલેવર હાર્વેના સીઈઓ શ્રીરામ સુબમણ્યમે જણાવ્યું કે, જયારે આપણે કારની ખરીદી કરી એ તો ડ્રાઈવીંગ ટેસ્ટ કરીએ છીએ. આઈસ્ક્રીમ ખાવા જઈએ તો વેચાણકર્તાને આપણે પહેલા તેનો સ્વાદ ચખાડવા માટે કહેતા હોઈએ છીએ તો પછી ધો.૧૦ પછી શું કરવું અને શું ન કરવું ? તે માટે આપણે માત્ર સગાસંબંધીઓ કે અન્યોની સલાહ પર જ શા માટે આધાર રાખીએ છીએ? શા માટે નાની વયથી જ બાળકને આ માટે તાલીમ આપવામા નથી આવતી? કોઈ કહે કે તારે એમબીએ કરવું જોઈએ. અને બસ કોઈના કહેવા પ્રમાણે ગ્રેજયુએશન કર્યા બાદ આપણે એમબીએમાં પ્રવેશ લઈ લેવો. આમ ન થવું જોઈએ. બાળકને ભવિષ્યમાં જે બનવાની ઈચ્છા છે તેના વિશે તેને માહિતગાર કરાવો તે એમબીએ થવા ઈચ્છેછે તો તેને તે માટેનો ટેસ્ટ કરાવો જૂનીયર એમબી બનાવો વધુમાં જણાવતા શ્રી રામ સુબ્રમણ્યમે કહ્યું કે, પ્રેકિટકલી બનવું ખૂબજ જરૂરી છે. બાળકને અગાઉથી જે તૈયારી કરાવવી ખૂબજ મહત્વનું છે. જૂનીયર એમબીએ કોર્સ અંગે અંગે કલેવર હાર્વેના હેડ ઓફ પ્રોડકટસ આરૂષી તાઈનવાલાએ જણાવ્યું કે, અમે, માત્ર પાંચ મહિનાના ટુંકાગાળામાં ૩ હજાર જેટલા વિદ્યાર્થીઓને આ માટે જ્ઞાન આપ્યું છે અને નાની વયે જ ગ્રેજયુએટ કર્યું છે. જેમાં ધો.૫ થી ૯ સુધીનાં વિદ્યાર્થીઓનો સમાવેશ છે. ગ્રેજયુએશન દરમિયાન તેમને જે જ્ઞાન અપાય છે. જે વિષયો ભણાવાય છે. તે અંગે અમે વિદ્યાર્થીઓને અત્યારથી જ સમજ આપીએ છીએ જેથી તેમને ભવિષ્યના પ્રવાહ કે વિષય પસંદ કરવામાં કોઈ મુશ્કેલી ન પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.