Abtak Media Google News

પાસપોર્ટ ઓફિસ દ્વારા લોકહિતમાં લેવાયેલા નિર્ણયો: આધાર કાર્ડ ઈશ્યુ કરતી વખતે તમામ પુરાવાની ચકાસણી થઈ હોવાથી તે માન્ય ગણાશે: ૧૯૯૦ પછી જન્મેલા લોકો જન્મના પુરાવા તરીકે આધાર કાર્ડ રજૂ કરી શકશે

હવે પાસપોર્ટ માટે જન્મ પુરાવા તરીકે જન્મનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ (કઈ) રજૂ કરવાનો દુરાગ્રહ રાખવામાં આવશે નહિ. પાસપોર્ટ માટે અરજી કરનાર અરજદાર હવે પોતાના જન્મના પુરાવા તરીકે આધારકાર્ડ રજૂ કરી શકશે. જે માન્ય ગણવામાં આવશે. જોકે આ સુવિધા ૧૯૯૦ કે ત્યાર પછી જન્મેલા લોકો માટે છે. હવે પાસપોર્ટ માટે આધારકાર્ડને એક મજબૂત પુરાવો ગણવામાં આવશે. કેમકે આધાર કાર્ડ ઇશ્યુ કરતી વખતે તમામ વિગતો ચકાસવામાં આવી હોવાથી તેને આધારે પાસપોર્ટ માટે અરજી કરનાર અરજદારની ઉંમર માન્ય રખાશે. કેન્દ્ર સરકાર દ્વારા પાસપોર્ટની પ્રક્રિયા વધુમાં વધુ સરળ બને તેવા પ્રયાસો થઇ રહ્યા છે. સાથે સાથે અરજદારને પાસપોર્ટ પણ વહેલી તકે મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે ઘણા લોકો પાસે જન્મનું પ્રમાણપત્ર કે કઈ ન હોય તો તેમને પાસપોર્ટ માટે તકલીફ થતી હતી. આવા અરજદારોને જન્મના પુરાવા તરીકે શું આપવું/ તે જ એક સવાલ હતો. હવે જન્મના પુરાવા તરીકે આધાર કાર્ડને માન્ય રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાસપોર્ટ ઓફિસ ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ હવે ૧૯૯૦ પછી જન્મેલા અરજદારોએ પોતાની અરજી સાથે જે ડોક્યુમેન્ટ્સ સબમીટ કરવાના હોય છે. તેમાં તેઓ આધારકાર્ડ રજૂ કરી શકશે. જેને માન્ય રાખવામાં આવશે. આધાર કાર્ડને જન્મના પુરાવા તરીકે માન્ય રાખવાના નિર્ણયથી ઘણા લોકોની મુશ્કેલી હલ થઇ ગઇ છે.

તેની પાસપોર્ટની કામગીરી તરત જ શરૂ કરી દેવામાં આવશે. આવી જ રીતે ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોને પાસપોર્ટ માટે દૂર દૂર ન જવું પડે તેના માટે ભૂજ અને પાલનપુર ખાતે પણ પાસપોર્ટના કેન્દ્રો શરૂ કરી દેવાયા છે. પીઆર વિઝા માટે જરૂરી દસ્તાવેજો લઇને દિલ્હી જવું પડતું હતું હવે તેની ચકાસણી પણ અમદાવાદ પાસપોર્ટ ઓફિસેથી જ થઇ શકે તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસપોર્ટ માટે ઓનલાઇન એપોર્ટમેન્ટ લેવાની જરૂર નથી. કોઇ પણ વિદ્યાર્થી પોતાની અરજી સાથે પાસપોર્ટ સહાયતા કેન્દ્ર પર નિશ્ચિત સમયે પહોંચી શકે છે. તેમણે ફરજ પરના અધિકારીને પોતાનું આઇકાર્ડ બતાવવાનું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.