Abtak Media Google News
  • કોરોના પછી વિશ્વભરમાં બદલાયેલા આરોગ્ય જાળવણીના દ્રષ્ટિકોણની અસર અમેરિકા બ્રિટન અને ઓસ્ટ્રેલિયાની જેમ ભારતમાં તાવ શરદીની દવાઓમાં ડોક્ટરના અભિપ્રાયની જરૂર નહીં રહે

જાહેર જન આરોગ્ય ની સુખાકારી અને સવલત માટે માટે કેન્દ્ર સરકાર દ્વારા દવાના ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા ના નિયમોમાં જરૂરી ફેરફાર માટે કમર કસી રહી છે. આવનાર દિવસોમાં શરદી તાવ ઉધરસ અને સામાન્ય રોગ માટે જરૂરી દવાઓ જનરલ સ્ટોરમાં ઉપલબ્ધ થશે ,વિશ્વના ઘણા દેશોમાં સામાન્ય તાવ શરદી અને ઉધરસ ની દવાઓ જનરલ સ્ટોર માં વેચાઈ રહી છે કોરોના પછીની ઉભી થયેલી પરિસ્થિતિ અને લોકોમાં આવેલી આરોગ્ય અંગેની સત્યતાને લઈને આરોગ્ય મંત્રાલય દ્વારા કેટલાક મહત્વના ફેરફારો માટે કમર કસવામાં આવી રહી છે.

ભારત સિવાયના દુનિયાના અમેરિકા સહિતના ઘણા દેશોમાં સામાન્ય તાવ શરદી ની દવાઓ જનરલ સ્ટોરમાં વેચવાની પરવાનગી છે, નિષ્ણાતો દ્વારા દેશની ઔષધ નીતિમાં જરૂરી સુધારા કરવાની હિમાયત કરવામાં આવી છે. તબીબી અભિપ્રાય વગર વેચી શકાય તેવી દવાઓ કરિયાણાની અને જનરલ સ્ટોર ની દુકાનોમાં વેચવાની અમેરિકા બ્રિટન ઓસ્ટ્રેલિયાની પ્રથાની જેમ

ભારતમાં પણ આવનાર દિવસોમાં આ દવાઓ જનરલ સ્ટોર પર વેચાતી જોવા મળશે આરોગ્ય વિભાગના અતુલે નિષ્ણાતોની કમિટી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો છે .આવનાર દિવસોમાં ભારતમાં પણ તાવ શરદી અને સામાન્ય રોગ માટેની દવાઓ ડોક્ટરના અભિપ્રાય વગર કરિયાણાની અને જનરલ દુકાનોમાં મળતી થઈ જશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.