Abtak Media Google News

ચોરાઈ ગયેલા મોબાઈલ હવે નકામા બની જશે!!

આગામી 17મેથી ભારતભરમાં ટેક્નોલોજીની સંભવતઃ અમલવારી

સરકાર આગામી સપ્તાહે એક ખાસ પ્રકારની ટ્રેકિંગ સિસ્ટમની શરૂઆત કરવા જઇ રહી છે. આ સિસ્ટમ મારફત દેશભરના લોકો પોતાના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઇલને બ્લોક કરી શકશે અથવા તો તેને ટ્રેક કરી શકશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ જાણકારી આપી હતી.

ટેકનોલોજી ડેવલપમેન્ટ બોડી સેન્ટર ફોર ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિમેટ્રિક્સ(સી-ડોટ) દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પૂર્વોત્તર ક્ષેત્ર સહિત કેટલાક ટેલિકોમ સર્કલ્સમાં સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર(સીઈઆઈઆર) સિસ્ટમને પ્રાયોગિક ધોરણે ચલાવી રહ્યું છે. ટેલિકોમ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે હવે સિસ્ટમને સમગ્ર ભારતીય સ્તર પર ચાલું કરી શકાય તેમ છે. આ અધિકારીએ જણાવ્યું હતું કે સીઈઆઈઆર સિસ્ટમને 17 મેના રોજ અખિલ ભારતીય સ્તર પર પ્રસ્તુત કરવામાં આવશે.

આ અંગે જ્યારે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે સીડોટના મુખ્ય કાર્યપાલક અધિકારી અને ચેરમેને તારીખની પુષ્ટિ કરી ન હતી પણ જણાવ્યું હતું કે આ ટેકનોલોજી સમગ્ર ભારતના સ્તર પર પ્રસ્તુત કરવા માટે તૈયાર છે અને હવે તેને આ ત્રિમાસિક ગાળા દરમિયાન જ સમગ્ર ભારતમાં પ્રસ્તુત કરવામાં આવશે. તેને પગલે લોકો પોતાના ખોવાયેલા કે ચોરાયેલા ફોનને ટ્રેક કરી શકશે અને બ્લોક પણ કરી શકશે. સીડોટે તમામ ટેલિકોમ નેટવર્ક પર ક્લોન્ડ મોબાઇલ ફોનના ઉપયોગની જાણકારી મેળવવા માટે તેમાં ઘણી નવી ખૂબીઓને ઉમેરી છે.

સરકારે ભારતમાં મોબાઇલ ઉપકરણોના વેચાણ પહેલાં ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિટી(આઈએમઈઆઈ)ની સ્પષ્ટતા કરવી ફરજિયાત કરી દીધું છે. મોબાઇલ નેટવર્ક પાસે મંજૂર આઈએમઈઆઈ નંબરોની યાદી હશે જેના મારફત તે પોતાના નેટવર્કમાં અનધિકૃત મોબાઇલ ફોનના પ્રવેશની જાણકારી મેળવી લેશે. ટેલિકોમ ઓપરેટરો અને સીઈઆઈઆર સિસ્ટમની પાસે મોબાઇલના આઈએમઈઆઈ નંબર અને તેની સાથે જોડાયેલાં મોબાઇલ નંબરની જાણકારી હશે.

દિલ્લી, મહારાષ્ટ્રમાં પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કરી દેવાયો!!

સરકાર આ અઠવાડિયે મોનિટરિંગ સિસ્ટમ (ટ્રેકિંગ સિસ્ટમ) શરૂ કરવા જઈ રહી છે. આ સિસ્ટમ દ્વારા, દેશભરના લોકો તેમના ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને ‘બ્લોક’ અથવા ટ્રેસ કરી શકશે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ માહિતી આપી. ટેક્નોલોજી ડેવલપમેન્ટ બોડી સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલિમેટિક્સ દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક અને નોર્થ ઈસ્ટ રિજન સહિત કેટલાક ટેલિકોમ વર્તુળોમાં પ્રાયોગિક ધોરણે સેન્ટ્રલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી રજિસ્ટર સિસ્ટમ ચલાવી રહી છે.

સિસ્ટમ તૈયાર અને ટૂંક સમયમાં અમલવારી : પ્રોજેક્ટ ચેરમેન

મુખ્ય કાર્યપાલક અધિકારી અને ચેરમેન રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સિસ્ટમ તૈયાર છે અને હવે આ ક્વાર્ટરમાં સમગ્ર ભારતમાં તૈનાત કરવામાં આવશે. આની મદદથી લોકો તેમના ખોવાયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે. સીડીઓટીએ તમામ ટેલિકોમ નેટવર્ક્સ પર ક્લોન કરેલા મોબાઈલ ફોનના ઉપયોગને ટ્રેસ કરવા માટે નવી સુવિધાઓ ઉમેરી છે. સરકારે ભારતમાં મોબાઈલ ઉપકરણોના વેચાણ પહેલા ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી  જાહેર કરવાનું ફરજિયાત બનાવ્યું છે.

આઈએમઈઆઈ નંબર પરથી ચપટી વગાડતાની સાથે જ મોબાઈલ ટ્રેક અને બ્લોક થશે!!

મોબાઇલ નેટવર્ક્સ પાસે તેમના નેટવર્કમાં અનધિકૃત મોબાઇલ ફોન એન્ટ્રી શોધવા માટે માન્ય આઈએમઈઆઈ નંબરોની સૂચિ હશે. ટેલિકોમ ઓપરેટર્સ અને સીઈઆઈઆર સિસ્ટમ પાસે ઉપકરણના આઈએમઈઆઈ નંબર અને તેની સાથે સંકળાયેલ મોબાઇલ નંબર વિશેની માહિતી હશે. કેટલાક રાજ્યોમાં આ માહિતીનો ઉપયોગ સીઈઆઈઆર દ્વારા ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને શોધવા માટે કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.