હવે કોરોનાથી છુટકારો મેળવવા એક ‘ગોળી’ હી કાફી

અબતક, નવીદિલ્હી

કોરોનાએ જે વૈશ્વિક બીમારી તરીકે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે તેનાથી સૌથી મોટી વાત તો એ આવી કે જેથી લોકોને બચાવવા માટે રસી ખૂબ જ અગત્યની છે જેને લઇ અનેકવિધ દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ રસી બનાવવાનું શરૂ કર્યું પરિણામે ખરા અર્થમાં રસીની રસ્સાખેચ જોવા મળી છે . એટલુંજ નહીં કોરોના મહામારીને રોકવા માટે વિશ્વભરના ટોચના દેશોએ તબક્કાવાર રસીનો આવિષ્કાર કર્યો હોવાનો દાવો કર્યો છે. રસિકરણની પ્રક્રિયા અમેરિકા, બ્રિટન અને રશિયા સહિતના દેશોમાં શરૂ થઈ ચૂકી છે. પરંતુ ભારતમાં રસ્સીની રાસખેંચ જામી છે. હજુ રસી માટે દિલ્હી દૂર છે. રસીની અસરકારકતા મુદ્દે સવાલો ઉઠ્યા છે. રસી ક્યારે કોને કેવી રીતે મળશે તે અંગે પૂરતી સ્પષ્ટતા નથી.

બીજી તરફ લઇ ઘણા પ્રશ્નો પણ પ્રભાવિત થયા છે અને સાથોસાથ તેની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નો ઉભા થયેલા છે ત્યારે હાલ સરકાર એક બે ડોઝ બાદ આપવાનું પણ વિચાર કરી રહી છે. તે ખરા અર્થમાં રસી એટલે કારગત છે તેનો હજુ પણ અંદાજ આવ્યો નથી તેમાં ફરી એક નવ સંશોધન જાણે થયું હોય તેવી સ્થિતી પણ ઉદભવી થયેલી છે જેમાં હવે લોકોને કોરોનાથી મુક્તિ મેળવવા માટે રસી નહીં લેવી પડે માત્ર ગોળી લઈને જ તેઓ કોરોના થી બચી શકશે.

રસીની રસાખેચ

આ માટે ડોક્ટર રેડી ફાઇઝરની કોવિડ ટેબ્લેટનું નિર્માણ કરશે. હાલ ટેબલેટ ના નિર્માણ બાદ એ વાત સામે આવી છે જેમાં રસી બાદ ટેબ્લેટ નું માર્કેટ ખૂબ વધુ વિસ્તૃત થઈ શકે છે જેના માટે સરકાર દ્વારા વિકાસશીલ દેશોમાં ટેબલેટ બનાવવા માટેના લાયસન્સ પણ આપવામાં આવ્યા છે જેથી વૈશ્વિક સ્તર પર તેની વિતરણ વ્યવસ્થા સહેજ પણ ન ખોળવાઈ.

ડોક્ટર રેડી ફાઇઝરની કોવિડ ટેબલેટ બનાવશે

કોઈ ટેબલેટ અંગે જો વાત કરવામાં આવે તો ડોક્ટર રેડી મર્કની મોલનુંપિરાવીર ને ભારતમાં લોન્ચ કરે તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ આ ટેબ્લેટને અમેરિકા,બ્રિટન અને બાંગ્લાદેશમાં મંજૂરી આપવામાં આવી છે ત્યારે ભારતમાં આ ટેબલેટ આવતાની સાથે જ 1.35 બિલિયન લોકોને તેની સીધી જ અસર પહોંચશે. પ્રથમા આ ટેબલેટ બનાવવા માટે અરબિંદો ફાર્મા,સિપ્લા, સન ફાર્મા, ટોરેન્ટ ફાર્મા સહિતનિ લેબોરેટરીને ટેબ્લેટ બનાવા માટેની મંજૂરી આપવામાં આવી છે. શક્યતા એ પણ છે કે રસી માં જે રીતે દરેક કંપનીઓ રસી બનાવી નાણાં રળવા માટેના પ્રયત્નો કર્યા એવી જ રીતે આ ટેબલેટમાં પણ સ્પર્ધા સૌથી વધુ જોવા મળશે.