Abtak Media Google News

રાજનેતા, અભિનેતા સહિતના ખાસ વ્યકિત કે સંગઠનો ઉપરાંત હવે, સોશિયલ મીડિયા એકાઉન્ટના ‘બ્લુટીક’ સામાન્ય યુઝર્સને પણ મળી શકશે!!

‘બ્લુ ટીક’ માટે રૂ. ૩૦ હજારથી માંડી ૧ લાખ રૂપિયા ચૂકવવા પડશે !!

આજના ર૧મી સદીના આધુનિક યુગમાં મોબાઇલ સહિતની ઇલેકટ્રોનિક ઉપકારોનો ઉપયોગ વધતા ડીજીટલ સેવાનો વ્યાપ પણ વઘ્યો છે. એમાં પણ સોશ્યલ મીડિયાનો ફ્રેઝ ખુબ વધતો જઇ રહ્યો છે. ટ્રવીટર, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ પર એકાઉન્ટસ બનાવી ફોલોઅર્સ વધારવાના યુઝર્સના પ્રયાસો વઘ્યા છે. એમાં પણ ખાસ યુવા વર્ગનો મોટો સમાવેશ છે.

સોશ્યલ મીડિયા જાયન્ટસ કંપનીઓની આ સેવા પરોક્ષ પણે આપણને મફત જ લાગે છે પરંતુ તે આપણા માઘ્યમથી મસમોટી આવક રળે છે. ત્યારે હવે, સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ  પરના ઓફીશ્યલ એકાઉન્ટસ પર જે ‘બ્લુ ટીક’ હોય, તેના દ્વારા રોકડી કરવા જાયન્ટસ કંપનીઓએ નવો પ્લાન તૈયાર કર્યો છે. જી હા, હવે, ઓફીશ્યલ એકાઉન્ટસ માટેનું ‘બ્લુ ટીક’ સામાન્ય યુઝર્સ પણ પૈસા આપી ખરીદી શકશે. ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, ટવીટર પર યુઝર્સની પ્રોફાઇલ પર એક બ્લુ ટીક હોય છે (રાઇટની નિશાની) સામાન્ય રીતે આ બ્લુ ટીક કોઇ કોઇ સેલીબ્રિટી, બિઝનેશમેન વગેરે જેવા મોટા હસ્તીઓના એકાઉન્ટસમાં જોવા મળે છે, પરંતુ જો હવે, તમારે પણ (સામાન્ય યુઝર્સ) એ પણ આ બ્લુટીક મેળવવું હોય, તો પૈસા ચૂકવી મેળવી શકશે, જેની કિંમત રૂપિયા ૩૦ હજારથી ૧ લાખ સુધીની નકિક કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ, અને ટવીટર  પર બ્લુટીક મળી જવાથી એકાઉન્ટ વેરીફાઇ થઇ જાય છે. એક અહેવાલ અનુસાર mpso cial.com, blackhat world. com અને swapd .com  જેવી સાઇટના માઘ્યમથી સોશ્યલ મીડિયાના એકાઉન્ટસ માટે બ્દુટીક ખરીદી શકાય છે. આ માટેની ફી ભારતમાં ૩૦ હજારથી એક લાખ સુધીની છે. જયારે અમેરિકા, બ્રિટન જેવા દેશોમાં ફી ભારત કરતાં પણ વધુ છે.

બજારમાં એવી ઘણી ડિજીટલ માકેટીંગ એજન્સીઓ છે જે આ માટેની સેવા પુરી પાડી રહી છે. જો તમારે પણ ‘બ્લુટીક’ મેળવવું હોય, તો તમારું એકાઉન્ટ એકટીવ અને તમામ માહીતી સાચી હોવી જોઇએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્રવીટર જેવી સોશ્યલ મીડિયાની કંપનીઓ સામાન્ય રીતે સરકારી સંગઠનો, કંપનીઓ, ખાસ વ્યકિતઓ જેવા કે રાજનેતા, અભિનેતા અને મોટા ઉ૩ોગો સાથે જોડાયેલા વ્યકિતઓ, ન્યુઝ કંપનીઓને બ્લુટીક આપે છે અને તેમનું એકાઉન્ટ વેરિફાય કરે છે.

બુસ્ટિંગ ટુલથી ફોલોઅર્સની સંખ્યા વધારાય છે

સોશ્યલ મીડિયા પર એકાઉન્ટસ વેરીફીકેશન કરાવતાી ડીજીટલ એજન્સીઓ, બુસ્ટીંગ ટુલનો ઉ૫યોગ કરી યુઝર્સનો ફોલોઅર્સની સંખ્યાો વધારી આપે છે. જેના દ્વારા એકાઉન્ટસ અથવા એકાઉન્ટથી જોડાયેલી પોસ્ટ પણ બુસ્ટ કરવામાં આવે છે અને કંપનીઓ આ માટે મોટી ફી વસુલે છે.

‘બ્લુ ઠિક’ વેરિફાઇડ એકાઉન્ટસ

ટવીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જે જે એકાઉન્ટસની પ્રોફાઇલ પર બ્લુટીક છે એનો મતલબ એ થાય છે કે આ તમામ બ્યુટીક વાળા એકાઉન્ટસ ફેક નથી તેને કંપની દ્વારા વેરીફાઇઝ કરાયેલું છે. જો તમારે ‘બ્લુટીક’ જોઇએ છે તો તમારું એકાઉન્ટ સાચું અને એકિટવ હોવું જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.