Abtak Media Google News

સુપ્રીમ કોર્ટના આદેશના પાલન માટે સરકારે કાયદાનો ડ્રાફટ તૈયાર કર્યો: આ મહિને સંસદમાં બિલ રજુ કરાય તેવી શકયતા

કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાક વિરોધી કાયદો ઘડવા માટેના મુસદામાં મુસ્લિમ મહિલાને તત્કાલ ત્રિપલ તલાક આપનાર પતિને મહતમ ૩ વર્ષની જેલ અને દંડની સજા કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદો એક સાથે ૩ તલાક આપનારને જ લાગુ પડશે. આ ગુનાને બિન જામીનપાત્ર ગુનો ગણવા પણ જોગવાઈ કરાઈ છે આને કોગ્નીઝેબલ ગુનો ગણવામાં આવશે. ૧૫મીથી ચાલુ થતા સંસદના શિયાળુ સત્રમાં આ અંગેનું બીલ રજુ કરવામાં આવે તેવી શકયતા છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશના પાલન માટે સરકારે કાયદાનો ડ્રાફટ તૈયાર કર્યો ત્રિપલ તલાકના કિસ્સામાં પતિને ૩ વર્ષની જેલ થશે અને પત્નીને ભરણપોષણ પણ આપવું પડશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. સરકાર મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઈટસ ઓન મેરેજ બિલને કાયદાનું સ્વ‚પ આપવા આ મહિને સંસદમાં રજુ કરે તેવી શકયતા રહેલી છે.

સરકારે હાલ ડ્રાફટ તૈયાર કર્યો છે અને તેને રાજયોની સરકારોને મોકલ્યો છે. કેન્દ્ર સરકાર હવે આ જોગવાઈઓ અંગે રાજય સરકારો પાસેથી પોતાના મંતવ્યો મંગાવી રહી છે. આ ડ્રાફટને બિલ ‚પે રજુ કરાશે. જે પ્રસ્તાવિત જોગવાઈઓ છે તેમાં પણ કોર્ટ કાર્યવાહીને અનુસર્યા વગર અપાતા ત્રિપલ તલાક પર પ્રતિબંધ અને જો સંસદમાંથી બિલ પસાર થાય તો જમ્મુ-કાશ્મીરને છોડીને પુરા દેશમાં આ કાયદો લાગુ રહેશે. હિંદુ મહિલાઓની જેમ હવે મુસ્લિમ મહિલાઓને પણ ઘણા અધિકાર અપાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.