Abtak Media Google News

વડી અદાલતમાં ઈચ્છામૃત્યુના અધિકાર મામલે સુનાવણી: કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ

ગંભીર બિમારીમાં મોતના બિછાને સુતેલી વ્યક્તિ કે જેના જીવનની આશા મરી પરવરી હોય તેમની લાઈફ સપોર્ટ સીસ્ટમ હટાવીને તેમને મરવા દેવા જોઈએ કે નહીં ? તે મામલે દેશમાં વર્ષોથી અનેક દલીલો થઈ રહી છે. સારવાર ન થઈ શકે તેવી બિમારીથી પીડિત વ્યક્તિના પરિવારજનોની સહમતીથી તેને એક શાંત મોત દેવામાં આવે તે મુદ્દે ગઈકાલે વડી અદાલતમાં સુનાવણી શરૂ થઈ હતી. જેમાં સરકારે ઈચ્છામૃત્યુનો વિરોધ કર્યો હતો.

ઈચ્છીત મૃત્યુ નહીં પરંતુ લોકોને સન્માન સાથે મૃત્યુનો હક્ક હોવો જોઈએ તેવા તર્ક અનેક વખત મુકવામાં આવતા હોય છે. લાઈલાજ બિમારીમાં સબળતા વ્યક્તિનું મૃત્યુ મોટાભાગે સન્માનીત હોતુ નથી તેવી દલીલ થાય છે. સુપ્રીમ કોર્ટને કોર્ટે અત્યારના મધ્યમ વર્ગમાં વૃદ્ધો પરિવારજનો માટે ભારણ હોવાથી ઈચ્છામૃત્યુની મંજૂરી આપવી મુશ્કેલ બની જશે તેવો મત વ્યકત કર્યો છે.

સુપ્રીમ કોર્ટની સંવેધાનિક ખંડપીઠે સવાલ ઉઠાવ્યો હતો કે, જો સન્માન સાથે જીવવાને અધિકાર માનવામાં આવે છે તો સન્માન સાથે મરવાને કેમ અધિકાર માનવામાં આવતો નથી. શું ઈચ્છા મૃત્યુ મૌલીક અધિકારની વ્યાખ્યામાં આવી શકે ? આ મામલે સુનાવણી દરમિયાન અરજકર્તાના વકીલે દલીલ કરી હતી કે, જો એવી સ્થિતિ ઉભી થાય કે વ્યક્તિ લાઈફ સપોર્ટ સિસ્ટમ વગર ના રહી શકે તો તબીબોની એક ટીમનું ગઠન કરવું જોઈએ જે નક્કી કરે કે કૃત્રિમ સપોર્ટ સિસ્ટમથી દર્દીને બચાવી શકાય કે નહીં. કારણ કે આ અધિકાર વ્યક્તિને છે કે, તે કૃત્રિમ લાઈફ સપોર્ટ સિસ્ટમનો ઉપયોગ કરવા માંગે છે કે નહીં. વકીલે સુપ્રીમમાં દલીલ કરી કે, લો કમીશને રિપોર્ટમાં કહ્યું છે કે, પેશીવ ઈથોનેશીયાની મંજૂરી તો આપી શકાય પરંતુ લીવીંગ વીલની નહીં.ભારત એક એવો દેશ છે જયાં તબીબો અને દવાખાનાની સંખ્યા ખુબજ ઓછી છે. ત્યારે કોઈ વ્યક્તિ માટે ખાસ તબીબને રોકવો કયાં સુધી ઉચીત ગણી શકાય. જે વ્યક્તિ પોતે જ જીવવાની ઈચ્છા રાખતી નથી. વડી અદાલતમાં ચાલી રહેલી આ સુનાવણીમાં આજે નવો ફણગો ફૂટશે તેવી શકયતાઓ છે.

સુપ્રીમ કોર્ટના પાંચ જજોની ખંડપીઠે અગાઉ કહ્યું હતું કે, ઈચ્છામૃત્યુ અને આત્મહત્યા બને ભારતમાં ગેરકાનૂની છે. ત્યારબાદ અન્ય ચૂકાદામાં બે જજોની ખંડપીઠે આ ફેંસલાને પલ્ટાવી નાખ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, સંવિધાનની કલમ ૨૧માં જીવવાના અધિકારની સાથે મરવાનો અધિકાર સામેલ નથી. પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરૂણા રામચંદ્ર સોનબાગ કેસમાં કેન્દ્ર દ્વારા દલીલ થઈ હતી કે, કોર્ટની દેખરેખ હેઠળ અસાધારણ પરિસ્થિતિમાં પેસીવ ઈથોનેશીયા આપી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.