Abtak Media Google News

હવે ટૂંક સમયમાં હવાઇ સફર કરનારા મુસાફરો મુસાફરી દરમિયાન ઇન્ટનરેટનો ઉપયોગ કરી શકશે અને શોસીયલ મીડિયા પર સેલ્ફી પોસ્ટ કરવાનો આનંદ ઉઠાવી શકશે. પરંતુ આ પ્રકારની સગવડ માટે તેમણે 20-30% વધુ ચાર્જ આપવો પડશે. ફ્લાઈટ દરમિયાન વૉઈસ અને ડેટા કનેક્ટિવિટી માટે TRAI તરફથી સહમતિ મળ્યા બાદ એરલાઈન્સ હવે યાત્રીઓને ફ્લાઈટ દરમિયાન ઈન્ટરનેટની સુવિધા આપવાનો વિચાર કરી રહી છે.

ત્રીસ મિનિટથી એક કલાકની ફ્લાઈટ માટે યાત્રીઓએ 500થી 1000 રૂપિયા સુધી ચાર્જ આપવો પડી શકે છે.

અધિકારીઓએ જણાવ્યુ કે, Wi-Fi નો ચાર્જ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના અનુસાર હશે અને સેટેલાઇટ્સ પર સ્લૉટ્સ માટે સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા લગાવવામાં આવેલા ચાર્જને ધ્યાનમાં લઇને મુસાફરો પાસેથી ચાર્જ લેવામાં આવશે.
ઈન્ટરનેશનલ રૂટ્સના યાત્રીઓ માટે ચાર્જ આપવો મુશ્કેલ નહિં હોય પરંતુ ડોમેસ્ટિક પેસેન્જર્સ માટે આ થોડુ અઘરુ છે કારણ કે ડોમેસ્ટિક રૂટ્સ માટે એડવાન્સ બુકિંગનું ભાડુ 1200થી 2500 સુધી હોય છે. આવામાં Wi-Fi નો વધારાનો 500થી 1000નો ચાર્જ આપવો યાત્રીઓ માટે મુશ્કેલ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.