Abtak Media Google News

ચૂંટણીની વિવિધ કામગીરી માટે જિલ્લા કક્ષાએ અને ચૂંટણી ખર્ચ દેખરેખ માટે હંગામી સ્ટાફની ભરતી અંગે મંજૂરી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બર-૨૦૧૭માં યોજવાની થાય છે અને તેની તારીખની જાહેરાત સંભવત: ઓકટોબર દરમિયાન થાય તેવી શક્યતા વચ્ચે, ચૂંટણીની વિવિધ કામગીરી માટે જિલ્લા કક્ષાએ અને ચૂંટણી ખર્ચ-દેખરેખ માટે હંગામી સ્ટાફ (મહેકમ)ની ભરતી માટે સરકારે લીલીઝંડી આપી દીધી છે. જોકે, આ સ્ટાફ (મહેકમ) માટે કોઈ નવી ભરતી નહીં કરાય તેવી તાકીદ સાથે સરકારે એવી પણ સૂચના આપી છે કે, આ જગ્યાઓ આંતરિક બદલી, બઢતી, પ્રતિ-નિયુક્તિથી ભરાશે પરંતુ જો આ રીતે મહેકમ ઉપલબ્ધ ન થાય તો સરકારની નિયમો મુજબ ફિક્સ પગારથી માન્ય એજન્સીઓ દ્વારા આઉટસોર્સિંગથી તે જગ્યાઓ ભરી શકાશે. ડેટા એન્ટ્રી ઓપરેટર, ડ્રાઈવર, પટ્ટાવાળા જેવી જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરી શકાશે.

Advertisement

સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરાયેલી જાહેરાત મુજબ, ચૂંટણીની પૂર્વ તૈયારીમાં ફોટા સાથે મતદાર યાદીઓ તૈયાર કરવી, મતદારોના ઓળખપત્રો તૈયાર કરવા, મતદાન મથકોની ચકાસણી કરવી, ચૂંટણી સાહિત્ય તૈયાર કરવું, ચૂંટણી સામગ્રી મેળવવી, અન્ય રાજ્યોમાંથી ઈલેકટ્રોનિક વોટિંગ મશીન મેળવવા, તેનું પરિક્ષણ કરવું, ચૂંટણીના સ્ટાફની નિમણૂક કરવી, તેમને તાલીમ આપવી, કાયદા-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવી, ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક તથા તેમને તાલીમ આપવા જેવી કામગીરી, મતદારોમાં જાગૃતિ લાવવા માટેના ( સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન ફોર ઈલેકટ્રોલ પાર્ટિશિપેશન-SVEE) વિવિધ કાર્યક્રમોનું અમલીકરણ કરવા સહિતની કામગીરી માટે  જગ્યાઓ આઉટ સોર્સિંગથી ભરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.