Abtak Media Google News

જસ્ટીસ શ્રીક્રિષ્ન કમિટીએ દરખાસ્ત કરેલા પર્સનલ ડેટા પ્રોટેકશન બીલમાં નિયમ તોડનારને કડકમાં કડક સજાની જોગવાઈ

ડેટા લીક બાબતે તપાસ કરવા પ્રોટેકશન ઓફિસરની નિમણૂંકની નવા બીલમાં ભલામણ કરાઈ

હવેથી ડેટા પ્રોટેકશન કાયદાનું ઉલ્લંઘન કરી ડેટાની ઉઠાંતરી કરનાર પેઢી કે કંપની પાસેથી રૂ.૧૫ કરોડ અથવા તે કંપનીના ટર્નઓવરની ૪ ટકા રકમ દંડ પેટે વસુલાશે. પર્સનલ ડેટા પ્રોટેકશન બીલમાં આ સજાની હિમાયત કરવામાં આવી છે.

Advertisement

તાજેતરમાં માહિતી અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ન્યાયાધીશ શ્રીક્રિષ્નના વડપણ હેઠળની કમીટીએ કહ્યું હતું કે, જાતિ-ધર્મ, પાસવર્ડ, આધાર અને ટેકસ ડિટેઈલ સહિતનો ડેટા સંવેદનશીલ ગણી શકાય. આ ડેટાને લીક કરનારને કડકમાં કડક સજા થવી જોઈએ. આ ભલામણ બાદ નવા ડેટા પ્રોટેકશન બીલ હેઠળ ડેટા લીક કરનારને ૩ વર્ષ જેલની સજાની જોગવાઈની હિમાયત પણ કરાઈ છે.

ઘણા સમયથી ડેટા લીક થવા બાબતે કડક કાયદાની ભલામણ થઈ રહી હતી. ભારતમાં કોઈ પેઢી કે કંપનીના ડેટા લીક કરવા બદલ યોગ્ય સજાની જોગવાઈ ન હતી. જો કે, હવે ડેટા લીક અને ઉઠાંતરી બાબતે સરકાર ગંભીર બની છે. જસ્ટીસ શ્રીક્રિષ્ના કમીટી દ્વારા ડેટા લીક સબંધીત માહિતી એકત્ર કરી રિપોર્ટ સુપ્રત કરાયો હતો જેમાં ડેટા પ્રોટેકશનના નિયમ તોડદાર પેઢીને રૂ.૧૫ કરોડનો દંડ અવા તેના ચાર ટર્નઓવર ચાર ટકા રકમના દંડની જોગવાઈ માટે ભલામણ કરાઈ હતી જેને માન્ય રાખવામાં આવી છે.

સરકારને થયેલી ભલામણ અનુસાર ખુબજ સેન્સેટીવ ડેટા લીક કરનારને ૫ વર્ષની કેદ અવા ૩ લાખનો દંડ અવા બન્ને સજા ફટકારવામાં આવશે. છેલ્લા ઘણા સમયી ડેટા લીક અને ડેટા પ્રોટેકશન મામલે સરકાર ગંભીર બની ગઈ છે. સરકારી અવા ખાનગી કંપનીઓમાં હરીફોને ડેટા વેંચવાના અનેક કિસ્સા બહાર આવે છે. આવા સમયે જો કોઈ કર્મચારી કંપની અવા વ્યક્તિગત ડેટા વેંચી નાખે તો હવેથી ૧૫ કરોડ સુધીનો દંડ થઈ શકે છે.

જસ્ટીસ શ્રીક્રિષ્ન કમીટીએ સબમીટ કરેલા બીલમાં ડેટા પ્રોટેકશન ઓફિસરની નિમણૂંકની દરખાસ્ત પણ થઈ છે.

આ ઓફિસર વિવિધ પ્રકારના ડેટા લીકની ફરિયાદો મામલે પગલા લેશે. આ ઉપરાંત ડેટા પ્રોટેકશન ઓથોરીટી પણ બનાવાશે જે આવા મામલાઓની તપાસ કરી જયાં પણ ગુનો થયો હશે ત્યાં કોમ્પ્યુટર ડોકયુમેન્ટસ, પુસ્તકો તેમજ મિલકતની પણ તપાસ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.