Abtak Media Google News

૧પ વર્ષ બાદ મંગળ ખુબ જ નજીક ભારત સહિતના દેશોમાં જોઇ શકાશે ગ્રહણ

લાલગ્રહ તરીકે ઓળખાતા મંગળ ગ્રહ ૧૫ વર્ષ બાદ આજે પૃથ્વીની સૌથી નજીક રહેશે જે અદભુત ચંદ્રગ્રહણની રચના કરશે. બન્ને ગ્રહો એટલા નજીક હોવા છતાં ૫૭૬ લાખ કી.મી.ના અંતરે રહેશે. મંગળ ઓકટોબર ૨૦૨૦ સુધી પૃથ્વીની આટલી નજીક રહેશે. તેથી પૃથ્વી, મંગળ અને સુર્ય એક જ લાઇનમાં ૧પ વર્ષ બાદ રહેશે. જો કે લાલગ્રહનો નજારો બ્લુમુન જેટલો નહી રહે દર ૧૫ થી ૧૭ વર્ષે મંગળ પૃથ્વીની નજીકની ધુરી પર આવે છે.

આ અદભુત નજારો ભારત સહીતના અન્ય દેશોમાં પણ માણી શકાશે. જેણે ર૭મી જુલાઇએ ગ્રહણને નિહાળ્યું હતું. તેણે મંગળ ગ્રહની રતાશ પણ નોંધી હશે. પ્રાકૃતિક સેટેલાઇટ દ્વારા સહેલાઇથી જોઇ શકાશે. વર્ષ ૨૦૦૩ બાદ આ નજારો આકાશમાં જોઇ શકાશે. જે હવે ૬૦ હજાર વર્ષો સુધી ન દેખાય તેવી ધારણા છે. એટલે ૨૨૮૭ વર્ષમાં ફરીથી આ ગ્રહણ દેખાશે. જયારે મંગળ પૃથ્વીની નજીક રહેશે. ત્યારે ગ્રીફથ ઓબસર્વેટરી તેનું લાઇવ હોસ્ટીંગ કરશે. નાસાના વૈજ્ઞાનિકો આ ગ્રહણને ખુબ જ શુભ માની રહ્યા છે. અન્ય ગ્રહોની માફક પૃથ્વી અને મંગળની પણ નીધારીત ધુરી ઓર્બીટ છે. જે ઈંડા આકારમાં ફરે છે. જયારે મંગળ સૂર્યની સૌથી નજીકની ધુરી પર હોય છે ત્યારે પૃથ્વી પણ ત્યાજ પહોચતા ગ્રહણ યોજાય છે. ત્યારે બંને ગ્રહો વચ્ચેની દૂરી ખૂબજ ઓછી રહેશે નોંધનીય છે કે મંગળ-પૃથ્વીની એટલી નજીક હોવા છતા વધુ બ્રાઈટ નહી હોય ૨૭ થી ૩૦ જુલાઈ સુધીનો નજારો પણ અલગ રહ્યો હતો. એટલે આજે તમે આકાશમાં ૧૫ વર્ષ બાદ થતા દુર્લભ ગ્રહણને નિહાળી શકશો.

જોકે આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રિકા, સાઉથ આફ્રિકામાં વધુ સ્પષ્ટ દેખાશે. પણ ભારતમાં આ ગ્રહણ જોવા માટે ટેલીસ્કોપનો ઉપયોગ કરવો પડશે. નાસા પણ તેની લાઈવ સ્ટ્રીનીંગ કરી રહ્યું હોવાથી તમે યુ-ટયુબમાં પણ લાઈવ ગ્રહણ જોઈ શકશો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.