Abtak Media Google News

હવે કાશ્મીરમાં સ્કુલના બાળકોને પણ પત્થરમારોમાં ઈજા થાય છે કાયદો અને વ્યવસ્થા ની હાલત બહુજ ખરાબ થઈ છે

Stone Pelting In Mehjoor Nagar

આ ઘટના જમ્મુ-કાશ્મીરના શોપિયન જિલ્લામાં બની હતી. કેટલાક અસામાજિક તત્વોએ રેઇનબો હાઇસ્કૂલની સ્કૂલ બસ પર પત્થરમારો કર્યો હતો. આ પત્થરમારામાં બે વિદ્યાર્થીઓને ઇજા થઇ હતી. જેમાંથી એક વિદ્યાર્થીને માથાના ભાગે ઇજા થઇ હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સ્કીમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ધટનાથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચી જવા પામી છે


જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ સોશિયલ મિડીયા ટ્વીટર પર લખ્યુ કે, આ ઘટનાથી તેમને આઘાત લાગ્યો છે અને તેમને ગુસ્સો પણ આવ્યો છે. આ ઘટનામાં સામેલ તત્વોને પકડી પાડીશું.
જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદે ફરી માથુ ઉંચક્યુ છે અને આવી ઘટનાઓ વધી રહી છે. મહત્વની વાત એ છે કે કાશ્મિરના જે વિસ્તારોમાંથી યુવાનો આંતકવાદમાં જોડાતા નહોતા તેવા વિસ્તારોમાંથી પણ યુવાનો આંતકવાદના રસ્તે વળી રહ્યાના અહેવાલો મળી રહ્યાં છે. જે ભારત માટે એક ગંભીર સમસ્યા છે


(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.