Abtak Media Google News

ચીન આર્ટિફીશીયલ ચંદ્રમાં બનાવશે!!

ભારત અંતરીક્ષ ક્ષેત્રે ઘણી સફળતાઓ હાંસલ કરી રહ્યું છે આગામી ર૦૧૯ ના પ્રથમ ત્રણ મહીનામાં જ ઇસરો ચંદ્રની ધરતી પર પગ મુકશે તેના માટે ચંદ્રયાન-ર મોકલવામાં આવ્યું હતું. અને તેણે જ ચંદ્રની સપાટી પર બરફ હોવાનું જણાવ્યું હતું જયારે હવે ચાઇના એ પણ જાહેરાત કરી છે કે તે ર૦રર સુધીમાં એક આર્ટીફીશીયલ મુન નું નિર્માણ કરશે જેનાથી બારેય માસ ચાંદની રહેશે.

ચીન અંતરીક્ષમાં મોટી છલાંગ લગાવવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ પ્રમાણં ર૦રર સુધી ચીન અંતરીક્ષમાં ત્રણ કૃત્રિમ ચાંદ લોન્ચ કરશે. ૨૦૨૦ સુધી આ પ્રોજેકટ તૈયાર થશે કૃત્રિમ ચાંદ કાચનો બનેલો ઉપગ્રહ હશે જેની સામે સુરજના કિરણો ટકરાશે અને પૃથ્વી પર પહોચશે. કૃત્રિમ ઉપગ્રહોને ૨૦૨૨માં લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ ત્રણેય ઉપગ્રહોને ૩૬૦ ડીગ્રી ની કક્ષામાં એવી રીતે વિસ્તરીત કરાશે જેનાથી દરેક ક્ષેત્રને ર૪ કલાક રોશન કરી શકાશે. એક અધિકારીએ જણાવ્યું કે આ યોજના સાથે જોડાયેલી તમામ ટેકનીકલ ચુનૌતી ને ૨૦૨૦ સુધી પુરી કરવામાં આવશે કૃત્રિમ ચાંદનું અજવાળુ સ્ટ્રીટ લાઇટસને બદલવામાં પર્યાપ્ત હશે. કૃત્રિમ ઉપગ્રહને ૨૦૨૨ મા લોન્ચ કરાશે. મહત્વનું છે કે ઇસરો ૨૦૧૯માં ચંદ્રયાન-ર લોન્ચ કરવા જઇ રહ્યું છે. તેમાં ઘણા બધા પડકારો સામનો પણ કરવાનો રહેશે. વિક્રમ સારાભાઇ સ્પેશ એપ્લીકેશન સેન્ટર અમદાવાદ બાદ હવે બેગ્લોરની યુઆર રાવ સેટેલાઇટ સેન્ટર ચંદ્રયાન-રનું ટેસ્ટીંગ કરી રહ્યું છે.

મહત્વનું છે કે છેલ્લા અઠવાડીયે જ જીએએલ  એમ કે-૩ એ જણાવ્યું હતું કે ચંદ્રયાન-ર ટ્રુંક સમયમાં જ લોન્ચીંગ માટે તૈયાર થઇ જશે. ઇસરોનું ચંદ્ર પરનું આ બીજુ મહત્વનું મિશન છે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુએસ અને રશિયાએ માનવ નિર્મિત ચંદ્રની શોધ કરી હતી જે રાતના સમયને સુવિધાજનક બનાવી શકે. ૧૯૯૦ માં રશિયાએ આ માટે એક ઉપગ્રહ પણ મોકલ્યો હતો પરંતુ તેને સફળતા મળી ન હતી ત્યારે હવે ડુપ્લીકેટ વસ્તુઓ માટે જાણીતા ચીને કૃત્રિમ ચંદ્રથી પૃથ્વીને રોશન કરવાનું બીડુ ઝડપ્યું છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.