Abtak Media Google News

એન.આર.જી. સેન્ટર ખાતે વેન્ડર્સ મીટ યોજાઇ: ૧૦૦ જેટલા નવા વેન્ડર્સ જોડાયાં

ગુજરાત રાજય બીન-નિવાસી, ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર  અને એન.આર.જી. સેન્ટર રાજકોટ દ્વારા વેન્ડર્સ મીટ કાર્યક્રમનું આયોજન તા. ૧૭ ઓકટોબર ૨૦૧૯ ગુરુવારે એન.આર.જી. સેન્ટર લાઇફ બિલ્ડીંગ, રેસકોર્સ રીંગ રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું.

Advertisement

પી.વી. અંતાણી નિયામક, ગુજરાત રાજય બીન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન ગાંધીનગર, મનોજ કુમાર, ઝોનલ હેડ, બેંક ઓફ ઇન્ડીયા, પી.વી.વૈષ્ણવ, પ્રેસિડેન્ટ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ,  ડો. ભાવનાબેન જોષપુરા, સીનીયર એડવોકેટ, ચેરપર્સન  એન.આર.જી. સેન્ટર સેન્ટર રાજકોટના હસ્તે પ્રાગટય કરવામાં આવ્યું.

એન.આર.જી સેન્ટર, રાજકોટના સેક્રેટરી ઋષિકેશ પંડયા ઉ૫સ્થિત મહેમાનોનો શાબ્દિક સ્વાગત કર્યુ.  અને કાર્યક્રમને રુપરેખા રજુ કરી. એન.આર.જી. સેન્ટર, રાજકોટના ચેરપર્સન મીતલ કોટિચા શાહ પોતાના ઉદબોધનમાં કહ્યું કે એન.આર.આઇ. અને એન.આર. જી લોકોને ગુજરાત સાથે વતન પ્રેમ બની રહી અને તેઓ ગુજરાતના વિકાસમાં સહભાગી બની શકે આ માટેનો એક સુંદર પ્રયત્ન છે આ વેન્ડર્સ મીટ કાર્યક્રમ અંતર્ગત ૧૦૦ જેટલા નવા વેન્ડર્સ જોડાયા છે જે સરાહનીય છે.

બેંક ઓફ ઇન્ડીયાના ઝોનલ મેનેજર મનોજ કુમારે આ કાર્યક્રમો ઉ૫સ્થિત રહ્યા હતા અને તેઓ ગુજરાત રાજય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર, દ્વારા આયોજીત કાર્યક્રમ વિશે જણાવ્યું કે એન.આર.આઇ. અને એન.આર.જી. ને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે અમે સદૈવ તત્પર છીએ.

વેન્ડર્સ મીટ કાર્યક્રમમાં ડો. ભાવનાબેન જોષીપુરા, સીનીયર એડવોકેટ, રાજકોટ ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉ૫સ્થિત રહ્યા હતા. તેઓ એમના વકતવ્યમાં કહ્યું કે ગુજરાત સરકાર એન.આર.આઇ. અને એન.જી. લોકો માટે સરાહનીય પ્રયાસો કરી રહ્યા છે.

ડો. કમલ પરીખ આ પ્રસંગે અનુરુપ જણાવ્યું કે વિશ્ર્વના અલગ અલગ દેશોમા રાજકોટની પ્રસિઘ્ધ વસ્તુઓની ખુબજ ચર્ચા થાય છે. એન.આર.આઇ. અને એન.આર.જી. લોકોના હ્રદયમાં ગુજરાત વસે છે. આજે વિશ્ર્વભરમાં ગુજરાતની સંસ્કૃતિ ખાનપાન અને પોષાકનેલોકો અનુસરે છે.

ગુજરાત રાજય બિન-નિવાસી પ્રતિષ્ઠાન, ગાંધીનગરના નિયામક પી.વી. અંતાણીએ પોતાનું અઘ્યક્ષીય ઉદબોધન કરતા કહ્યું કે ગુજરાત વિકાસશીલ પ્રદેશ છે અને ગુજરાતના વિકાસમાં એન.આર.આઇ. અને એન.આઇ.જી. લોકોની મહત્વની ભૂમિકા હોય છે વેન્ડર્સ મીટ કાર્યક્રમ દ્વારા વિદેશીથી આવતા ગુજરાત કાર્ડ ધારકોને સારામાં સારી સુવિધાઓ આપી શકાય એ મ!વતની વાત છે. વિદેશથી આવતા એન.આર.આઇ. અને એન.આર.જી. લોકોને જરુરત ને ઘ્યાનમાં રાખીને વેન્ડર્સની ડિરેકટરી ગુજરાત રાજય બીન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગર દ્વારા તૈયાર કરીને વેબસાઇટ ઉપર મુકવામાં આવી છે.

આ ઉપરાંત રાજકોટના ગણમાન્ય અને અગ્રણી વ્યવસાયીઓ સાથે મીટીંગ કરવામાં આવ્યું જેમાં ગુણવંતભાઇ ડેલાવાળા, વી.પી. વૈષ્ણવ, અતુલ શેઠ, સંજય ધમસાણિયા, વિક્રમ સંધાણી, રાહુલ કાલરીયા, પ્રમોદ ભાઇ ભમ્મર, હિતેષ પોપટ, રધુભાઇ સેજપાલ, ડો. કાલરીયા: ડો. ભાવનાબેન જોષીપુરા, મનોજ કુમાર રસીલાબેન પટેલ, દિલીપ પીપરીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.