Abtak Media Google News

પી.ડી.એમ કોલેજ કેમ્પસ ખાતે આવેલ રાજકોટની ખ્યાતનામ પંચશીલ સ્કૂલ દ્વારા આજે હેમૂગઢવી હોલ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ વસંતના વધામણાનું આયોજન કરવામાં આવેલ હતું . આ કાર્યક્રમમાં ખાસ યુ.કે. થી પંચશીલ સ્કૂલની ઇન્ટરનેશનલ પાર્ટનર સ્કૂલ સેન્ટ લાન્ચેસ્ટર પ્રાયમરી સ્કૂલના ઇન્ટરનેશનલ કોઓડીનેટર મીસ્ટર સાઈમન, શિક્ષકો મીસ્ટર કેલમ, મીસ. હેલન, મીસ.બેઈકી, મીસ . નેયોમી તેમજ તેમના 16 વિદ્યાર્થીઓ અને નોર્થ ઈસ્ટ ઈગ્લેન્ડના ડેપ્યુટી લોર્ડ લેફટનન મીસીસ . વિણા સોની ઉપસ્થિત રહયા હતા .

Dsc 5201

આ કાર્યક્રમમાં ગણેશસ્તુતી , કાળજાનો કટકો , સેવ અર્થ , શીવ તાંડવ, ભારતના વિરસપુત અભિનંદન , સેવ ફુડ,  અબદુલ કલામનું જીવન ચરિત્ર સાથે સાથે ઈંગ્લેન્ડથી આવેલ વિદ્યાર્થીઓએ પણ નોર્થ ઈંગ્લેન્ડનો પારંપરીક ડાંસ રજૂ કર્યો હતો.આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે જેઓએ ધો .10 અને ધો .12 ની બોર્ડની પરીક્ષામાં ગત વર્ષે ગુજરાત બોર્ડ લેવલે નંબર મેળવેલ તેમને વિશીષ્ટ રોકડ પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા હતા .

Dsc 5217

તેમજ સ્કાઉટ અને રમત ગમ્મતમાં રાજય લેવલે વિજેતા થયેલ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં બ્રહમાકુમારી  અજુંદીદી,  ગુણવંતભાઈ ડેલાવાળા, ર્ડા.પુરષોતમ પીપળીયા,  ડી.વી.મહેતા,  પુષ્કરભાઈ રાવલ, પરીમલભાઈ પરડવા,  અશ્વિનભાઈ પાંભર,  નરેશભાઈ પટેલ,  જયદિપભાઈ વસોયા,  શ્રધ્ધાબા રાણા, ડો.પૂર્વીમહેતા સહિતના રાજકોટના સમાજ શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહયા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બદલ શાળાના મેનેજીંગ ટ્રસ્ટી ર્ડા.ડી.કે.વાડોદરીયા એ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.