Abtak Media Google News

રોજિંદા જીવનમાં યોગ્ય માત્રામાં પ્રોટીન અને મિનરલ્સનો ભરપૂર ખોરાક લેવો

રોજે 100થી વધુ ખરતા વાળમાં તબીબનો સંપર્ક અનિવાર્ય

વ્યક્તિના સૌંદર્યને વધુને વધુ વાળ નિખારે છે.  દર 10 વ્યક્તિ માંથી 8 વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય છે. ખરતા વાળ અટકાવવા અયોગ્ય નુસખા કરવા પણ ટાલ ને આમંત્રણ આપવા જેવું છે.જો વ્યક્તિને વાળ ખરવાની શરૂઆત થાય. જેમ કે વ્યક્તિને રોજે 50 વાળ ખરતા હોય છે એ નોર્મલ પ્રક્રિયા છે.પરંતુ જો વ્યક્તિના રોજે 100 થી વધુ વાળ ખરવાના શરૂ થાય છે.તો એ વ્યક્તિએ આ વાતને અવગણવી નહીં પુરુષ અને સ્ત્રી બંનેએ ન્યુટ્રીશન,લાઈફ સ્ટાઈલ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું અને પોતાના જીવનમાં ધરખમ ફેરફાર કરવા જરૂરી છે.ઘણી વખત સ્ત્રીઓમાં ન્યુટ્રીશન અને હિમોગ્લોબિનના અભાવના કારણે પણ વાળ ખરતા હોય છે.

પુરુષમાં વારસાગત ટાલની પણ ક્યાંક ને ક્યાંક સમસ્યાના કારણે વાળ ખરતા હોય છે. પરંતુ જો યોગ્ય પ્રમાણમાં વિટામીન અ,ઇ,ઈ માંથી પ્રોટીન અને મિનરલ્સ શરીરને મળી રહે. તો ખરતા વાળ અટકાવી શકાય છે.આ ઉપરાંત કેમિકલ ટ્રીટમેન્ટ વાળમાં કરવામાં આવતી હોય છેએ સમયે તમારા વાળ આ ટ્રીટમેન્ટ સહન કરી શકે એવી સ્થિતિમાં છે કે નહીં તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.

વારંવાર કેમિકલ ટ્રીટમેન્ટથી પણ વાળ ખરતા હોય છે.ત્યારે બને ત્યાં સુધી આવી ટ્રીટમેન્ટ પર કંટ્રોલ કરવો જરૂરી છે. નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. વાળ ઓળવતી વખતે લાકડા કાંગશાનો ઉપયોગ એટલું જ મહત્વનો ભાગ ભજવે છે.તદુપરાંત ખરતા વાળને અટકાવવા તેમજ કયા ન્યુટ્રીશન માંથી પ્રોટીન અને મિનરલ મળી રહે.આ તમામ પ્રશ્નોનું નિરાકરણ શહેરના જાણીતા વાળ સંલગ્ન નિષ્ણાંતો સાથે અબતક દ્વારા ખાસ વાતચીત કરી સંપૂર્ણ ચિતાર રજૂ કરવામાં આવ્યો છે.

10 વ્યક્તિમાંથી 8 વ્યક્તિ ખરતા વાળની સમસ્યાથી હેરાન:ડો.હર્ષિત રાણપરા

એડીવા હોસ્પિટલના ડરમટલોજિસ્ટ ડો.હર્ષિત રાણપરાએ જણાવ્યું કે,10 વ્યક્તિમાંથી 8 વ્યક્તિ ખરતા વાળની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. પુરુષોમાં વાર્તા આજકાલ 20 થી 30 વર્ષની ઉંમરે જોવા મળી રહી છે. સ્ત્રીમાં વિટામિન્સ અને હિમોગ્લોબિન ની ઉણપના કારણે પણ વાળ ખરતા હોય છે.કેમિકલની મલ્ટિપલ ટાઈમ

ટ્રીટમેન્ટ પણ વાળ ખરાવી શકે છે. રોજના 50 વાળ ખરવાએ નોર્મલ છે.જો 50થી વધુ વાળ ખરે ત્યારે ડાયટ માં ધ્યાન રાખવું પતિ જરૂરી છે. હિમોગ્લોબિન માં સુધારો થાય એવો ખોરાક લેવો જરૂરી છે. કઠોળ,લીલા શાકભાજી,દૂધ ખોરાકમાં લેવા જરૂરી છે.ડ્રાયફ્રૂટ્સ પણ લેવા જરૂરી છે.અઠવાડિયામાં બે વખત માથા પર તેલ નાખવું અનિવાર્ય છે. જરૂરી લાગે તો ડોક્ટરને ક્ધસલ્ટ કરવું. શરૂઆતમાં દવા અને સ્પ્રેની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જે ખરતા વાળને અટકાવી શકે છે.

ન્યુટ્રિશિયન,ઊંઘની ઊણપ અને સ્ટ્રેસ વાળ માટે જોખમ:અંજલિ ત્રિવેદી

સર્ટિફાઇડ ન્યુટ્રીશન અંજલી ત્રિવેદી એ જણાવ્યું કે ન્યુટ્રીશન ની ઉણપ જ નહીં પરંતુ ઊંઘની ઉણપ સાથે સાથ ટ્રેસ વાળી જિંદગી સહિતના પરિબળો કરતા વાળમાં તે જવાબદાર છે.શરીરના વજન પ્રમાણે પ્રોટીન ની માત્રા લેવી જરૂરી છે. વિટામીન એ બી અને સી માંથી ભરપૂર પ્રોટીન,મિનરલ મળી રહે છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજિંદા જીવનમાં પ્રોટીન અને મિનરલ્સ નું સમન્વય રાખવું અને એ મુજબનો જ નાસ્તો અને ભોજન ગ્રહણ કરવું જરૂરી છે. આ ઉપરાંત પણ વાળ ધોવામાં કેટલા ાવ વાળું પાણી વાપરવામાં આવે છે.તેમનું પણ ધ્યાન રાખવું એટલું જ મહત્વનું છે.

પ્રેગનેન્સીમાં પોષણની ઉણપ વાળ ખરવા માટે જવાબદાર:ડો.પ્રતિક્ષા દેસાઈ

પાયલ હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ ડો.પ્રતીક્ષા દેસાઈએ જણાવ્યું કે, સ્ત્રીઓએ વાળ ખરવાની સમસ્યા માં ચાર તબક્કામાં ધ્યાન રાખવું જરૂરી છે.14 થી 18 વર્ષની કિશોરા અવસ્થામાં તેમના શરીરમાં એકાએક ફેરફાર થતો હોય છે આવા સમયે ન્યુટ્રીશન નું ઉણપ થી વાર કરી શકે છે પ્રેગ્નન્સી સમયે સ્ત્રીએ શરીરને પોષણ આપવાની સાથે ભારતને પોષણ

આપવાનું છે એ સમયે પોષણની ઉણપ પણ વાળ ખરવાની સમસ્યા જોવા મળે છે. બાળકના ઉછેર સમયે પણ જો કેલ્શિયમની ઉણપ હોય તો વાળ ખરવાની શક્યતા રહે છે. પ્રિ મેનોપોઝ અને મેનોપોઝ ની અવસ્થામાં 45 થી 55 વર્ષની ઉંમરમાં હોર્મોન્સ અનિયમિતાથી વાળ કરી શકે છે ત્યારે આ તમામ તબક્કાઓમાં સ્ત્રીએ યોગ્ય સમયે નજીકના તબીબની સલાહ લેવી જરૂરી.

વાળમાં વુડનના કોમ્બનો ઉપયોગ કરવો:અંજુબેન પાડલીયા

બ્યુટી આર્ટિસ્ટ અને નેચરોથેરાપી ડો.અંજુબેન પાડલીયાએ જણાવ્યું કે,વાળ ખરવામાં આયેદિન નવા નુસખા કરવામાં આવે છે.જેમાં એવી પ્રોડક્ટ નો ઉપયોગ કરવામાં આવે છે.જેના ઇન્ક્રીડિયન્સથી વાળ ખરી શકે છે.કેમિકલ ટ્રીટમેન્ટના કારણે વાળ ખરી શકે છે.કેમિકલ ટ્રીટમેન્ટ કરતી વખતે તમારા વાળ ટ્રીટમેન્ટ

ખમી શકે છે.કે નહીં તેનું ધ્યાન રાખવાનું છે.80 ટકા લીલા શાકભાજી અને ફ્રુટ તેમજ 20 ટકા રાંધેલો ખોરાક લેવો જોઈએ.આ ન્યુટ્રીશનના અભાવને પૂર્ણ કરે છે અને હેરને મજબૂત બનાવે છે.મેથીને રાત્રે પલાળી સવારમાં દહીં અને માટીનું ઉટમ કરી વાળ પર લગાવવાથી અઠવાડિયામાં એક વખત આ કરવાથી તમારા હેરફોલ કંટ્રોલ થઈ શકે છે.વાળ ઓળાવા સમયે વુડનના કોમ્બનો જ ઉપયોગ કરવો જરૂરી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.