Abtak Media Google News

સ્ટાફની અછતને કારણે શહેર-જિલ્લાનાં અરજદારોને બે-બે વર્ષી જૂના રેકર્ડની ખરી નકલ ની મળતી !!

જિલ્લા ફરિયાદ-સંકલનમાં કલેકટરને અનેક ફરિયાદ છતાં પરિણામ શૂન્ય

રાજકોટ શહેરમાં આવેલી અતિ મહત્વની એવી અભિલેખાગાર કચેરી કે જયાં રાજા-રજવાડા સમયના દસ્તાવેજો સચવાયેલા પડયા છે તેવી અગત્યની કચેરી હાલ ભગવાન ભરોસે ચાલી રહી છે. અને એી પણ આશ્ચર્ય એ વાતનું છે કે, કચેરીમાં ૧૯ કર્મચારીઓનું મહેકમ મંજૂર હોવા છતાં માત્ર ૨ કર્મચારીથી કચેરી ચાલી રહી છે અને અધિકારી પટ્ટાવાળાની ભૂમિકા ભજવી રહ્યાં છે. જો કે, લોકો માટે મહત્વની એવી આ કચેરીમાં પુરતો સ્ટાફ ફાળવવા અનેક વખત જિલ્લા કલેકટર કચેરીમાં સંકલન અને ફરિયાદની બેઠકમાં મુદ્દો ઉઠાવવા છતાં બે વર્ષ કરતા વધુ સમયી અહીં નવો સ્ટાફ મુકાતો નથી. પરિણામ ખરી નકલો મેળવવા આવતા લોકોને બે વર્ષી વેઈટીંગ મળી રહ્યું છે.

જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની તદન નજીક આવેલ અભિલેખાગાર કચેરીમાં રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના રજવાડા સમયનો રેકોર્ડ સંગ્રહવામાં આવ્યો છે. લોકોને જૂના દસ્તાવેજી પુરાવા માટે ખરી નકલો મેળવવા માટે ફરજીયાતપણે આ કચેરીની મુલાકાત લેવી પડે છે પરંતુ ખાટલે મોટી ખોટ રૂપે રાજય સરકાર દ્વારા અતિ મહત્વની એવી આ કચેરીને રામ ભરોસે મુકી દીધી છે. હાલમાં એક કલાસ-૨ અને કલાસ-૩ અધિકારી સમગ્ર કચેરીનો બોજ વહન કરી રહ્યાં છે. અહીં પટ્ટાવાળા પણ ન હોય અધિકારીઓને જ પટ્ટાવાળાની ભૂમિકા ભજવવી પડે છે.

દરમિયાન આ કચેરીમાં જૂના રેકોર્ડની ખરી નકલો માંગવા આવતા અરજદારો તેમજ વકીલોને સ્ટાફના અભાવે ફરજ પરના અધિકારીઓ બબ્બે વર્ષનું વેઈટીંગ આપે છે અને એ પણ જો પુરતો સ્ટાફ આવશે તો જ ખરી નકલ મળશે તેવું સ્પષ્ટપણે કચેરીમાંથી કહેવામાં આવે છે. હાલમાં અભિલેખાગાર કચેરીમાં વર્ષ ૨૦૧૬માં ખરી નકલ મેળવવા અરજી કરનારને પણ હજુ સુધી ખરી નકલ આપવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે, અભિલેખાગાર કચેરીના નિયમો મુજબ જો કોઈ અરજદાર જૂના રેકોર્ડની નકલ માંગે તો આવા કિસ્સામાં જે તે જૂનું રેકર્ડ શોધયા બાદ ત્રણ કલાર્કની સહી થાય છે અને ત્યારબાદ અધિકારી લેવલે ખરી નકલ આપવા માટે તા હોય સ્ટાફના અભાવે અરજદારો કે વકીલોને ખરી નકલો મળતી નથી. પરિણામ અનેક અરજદારોના લોન તેમજ ટાઈટલના કિસ્સા ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.