Abtak Media Google News

14 ચૂંટણી અધિકારી અને 14 મદદનીશ ચૂંટણી અધિકારીઓ ફરજ બજાવશે

ચોટીલા સહિત જિલ્લાભર માં નજીકના દિવસોમાં યોજાનારી સરપંચની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ચોટીલાના રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી એ 68 જેટલી ગ્રામપંચાયતો ની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓ અને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા નિમણૂક કરવામાં આવી હતી.

જિલ્લાભર માં 499 જેટલી ગ્રામપંચાયતો માં હાલ ચૂંટણીનો ધમધમાટ ચાલે છે ત્યારે સરકારી કચેરીઓ માં કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહયા છે જેમાં ચોટીલાની 68 ગ્રામપંચાયતોની ચૂંટણીને ધ્યાને લઈને ચોટીલાના રાજ્ય ચૂંટણી આયોગના અધિકારી અને પ્રાંત અધિકારી એચ.એમ.સોલંકી દ્વારા 14 જેટલા  ચૂંટણી અધિકારીઓ અને 14 જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.