Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં 541 ગ્રામપંચાયતોની ચૂંટણીનું મતદાન તા.19/12/2021 ના રોજ થશે. આ સંદર્ભે ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા સ્ટાફ દ્વારા ચૂંટણી વ્યવસ્થા સંબંધી તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લામાં તા. 01/04/2020 થી તા. 31/03/2020 સુધી મુદત પૂરી થતી ગ્રામ પંચાયતોની ચુંટણી તા.19/12/21ના રોજ યોજાશે. રાજકોટ તાલુકામાં 88, કોટડા સાંગાણી-40, લોધીકા-36, પડધરી-58, જસદણ-44, વિછીયા-30, ગોંડલ-77, જેતપુર-47, ધોરાજી-28, ઉપલેટા-48, જામકંડોરણા-45 મળી કુલ 541 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સભ્યોની 4566 બેઠકો માટે ચૂંટણી થશે.

541 સરપંચોની બેઠકમાં અનુસૂચિત જાતિ માટે સા.28 અને મહિલા-29 અનુસૂચિત આદિજાતિ સા,1 મહિલા-1 સા.અને શૈ. રીતે પછાત વર્ગ  સા. 27 અને મહિલાઓ 28 સામાન્ય  મહિલા માટે 215 અને સામાન્ય બિન અનામત-212 નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.