Abtak Media Google News

ભુજ, ગાંધીધામ, માંડવી, અંજાર અને મુન્દ્રા પાલિકાની પ્રથમ સભામાં સત્તાવાર નિયુક્તિ: ગાંધીધામ-માંડવીમાં ચહેરાઓ બદલાયા

કચ્છમાં નગરપાલિકાના સુકાનીઓની આજે તાજપોશી થઇ હતી. આમતો લગભગ નક્કી હતા તે મુજબના નામોજ જાહેર થયા હતા પરંતુ ભારે રસાકસી બાદ ગાંધીધામ માંડવીમાં ચહેરાઓ બદલ્યા હતા અને રેસમાં આગળ હતા તેઓ સત્તાથી થોડે દુર રહી ગયા હતા. જો કે તમામ સ્થળો પર શાંતિપુર્ણ રીતે આ પ્રક્રિયા પુર્ણ થઇ હતી કચ્છની 5 પાલિકામા ભુજ,મુન્દ્રા,માંડવી,અંજાર અને ગાંધીધામ પાલિકાની ચુંટણી યોજાઇ હતી. જેના હોદ્દેદારો આજે વરાયા હતા ભુજમાં જુના જનસંધી પરિવારના સભ્ય એવા ધનશ્યામ રસિકભાઇ ઠક્કરની પ્રમુખ તરીકે વરણી થઇ હતી. અનુભવ અને કદ મુજબ તેમનુ નામ નક્કી મનાતુ હતુ. ભુજના નવા વિઝન સાથે વિકાસના કોલ માટે તેઓએ કટ્ટીબદ્ધતા દર્શાવી હતી. વ્યવસાયે એસ્ટેટ, બ્રોકીંગ તથા ખેતીના વ્યવસાય સાથે તેઓ સંકડાયેલા છે. તો કારોબારી ચેરમેન તરીકે જગત વ્યાસની નિમણુંક કરાઇ છે. ઉપપ્રમુખ તરીકે મહિલાને પ્રાધાન્ય અપાયુ છે અને બિનહરીફ વિજેતા બનેલા રેશ્માબેન ઝવેરીની નિમણુંક કરાઇ છે. સાશક પક્ષના નેતા તરીકે અશોક પટેલ જ્યારે દંડક તરીકે અનિલ છત્રાળાની નિમણુંક કરાઇ હતી. ગાંધીધામ પાલિકાના પ્રમુખ તરીકે આમતો દિવ્યા નાથાણીનુ નામ ચર્ચામા હતુ પરંતુ આજે સર્વાનુમતે પ્રમુખ તરીકે ઇશિતાબેન ટીલવાણીની નિમણુંક થઇ છે. એલ.એલ.બી સુધી અભ્યાસ કરનાર મહિલા પ્રેક્ટીશ કરતા નથી અને રાજકીય કોઇ બેકગ્રાઉન્ડ નથી તેમના પતિ વ્યવસાયે ડોક્ટર છે. જો કે સાસીયલ પ્રવૃતિમાં તેઓ સક્રિય છે. ગાંધીધામ પાલિકાના કારોબારી ચેરમેન પદે પુનિત દુધરેજીયાની નિમણુંક કરાઇ છે. જ્યારે ઉપપ્રમુખ પદ્દે બળવંત ઠક્કર, શાસકપક્ષના નેતા વિજયસિંહ જાડેજા અને દંડક પપુભાઈ ઘેડાને બનાવાયા છે. માંડવી નગરપાલિકામા પ્રમુખ તરીકે હેતલબેન સોનેજીની નિમણુંક કરાઇ છે. સામાન્ય પરિવારમાંથી આવતા હેતલબેન પ્રથમવાર ચુંટણી લડી રહ્યા છે. તેમના પતી ઓટો મોબાઇલ વ્યવસાય સાથે સંકડાયેલા છે. આમતો અનુભવી એવા ગીતાબેન પકંજ રાજગોરનુ નામ પણ ચર્ચામા હતુ પરંતુ બ્રહ્મક્ષત્રિય સમાજના મહિલાને ભાજપે તક આપી હતી. ઉપ પ્રમુખ તરીકે પ્રેમજીભાઈ કેરાઈ જ્યારે કારોબારી ચેરમેન તરીકે જિજ્ઞાબેન હોદારવાલાની નિમણુંક કરાઇ હતી.અંજારમા પણ બે નામો ચર્ચામા હતા જેમાં પ્રમુખ પદ્દે લીલાવંતીબેન પ્રજાપતિની નિમણુંક કરાઇ છે માંડવીની જેમ અહી પણ સામાન્ય પરિવારમાંથી મહિલા આવે છે. રાજકીય મોટુ કોઇ બેકગ્રાઉન્ડ પણ નથી પોતાના ઘરની બહાર મહિલા સ્વનિર્ભર રીતે શાકભાજી વહેંચાણનુ કાર્ય કરે છે. તો અંજાર પાલિકામાં ઉપપ્રમુખ તરીકે બહાદુરસિંહ જાડેજા, કારોબારી ચેરમેન વિજયભાઈ પલણ, શાસક પક્ષ નેતા સુરેશભાઈ ટાંક, દંડક વિનોદભાઈ ચોટારાને બનાવવામા આવ્યા છે. મુન્દ્રા નગરપાલિકામા પ્રથમવાર ચુંટણી યોજાઇ હતી. જો કે જે રીતે કિશોરસિંહ પરમાર પક્ષપલ્ટો કરીને આવ્યા હતા ત્યારથી લગભગ નક્કી હતુ કે તેમની આગેવાનીમા ચુંટણી યોજાય અને જીત બાદ તેમને પ્રમુખ બનાવવામાં આવે પુર્વ શિક્ષક એવા કિશોરસિહં પરમાર કોગ્રેસના જુના કાર્યક્રર છે. સ્કુલ તથા પ્રોપટી ડેવલોપમેન્ટના કામ સાથે તેઓ સંકડાયેલા છે. તો મુન્દ્રા નગરપાલિકામાં ઉપપ્રમુખ તરીકે ચંદ્રિકાબેન પાટીદાર અને કારોબારી ચેરમન તરીકે ડાયાલાલ આહીરની વરણી કરાઇ છે મુન્દ્રામાં એક સમયે કાંટેકી ટક્કર અપક્ષ દાવેદારીથી થઇ હતી. તો કોગ્રેસ પણ અહી મજબુત મનાય છે. પરંતુ તેમ છંતા ભાજપ જીતના કિશોરસિંહનુ નામ પહેલાથીજ નક્કી માનવામા આવતુ હતુ.

Advertisement
નગરપાલિકાપ્રમુખઉપપ્રમુખકારોબારી ચેરમેન
ભુજઘનશ્યામ ઠક્કરરેશ્માબેન ઝવેરીજગત વ્યાસ
ગાંધીધામઈશીતાબેન વ્યાસબળવંત ઠક્કરપુનીત દુધરેજીયા
માંડવીહેતલબેન સોનેજીપ્રેમજીભાઈ કેરાઈજીજ્ઞા હોદારવાલા
અંજારલીલાવંતીબેન પ્રજાપતિબહાદુરસિંહ ઝાલાવિજયભાઈ પલણ
મુન્દ્રાકિશોરસિંહ પરમારચંદ્રીકાબેન પાટીદારડાયાલાલ આહિર

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.