Abtak Media Google News

ઉપપ્રમુખ તરીકે ભીમાભાઇ ચાવડાની નિમણુંક: પૂર્વ ધારાસભ્ય પ્રવિણ માકડીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાની મહેનત રંગ લાવી

ભાજપ અને કોંગ્રેસ બંને પાસે સમાન સભ્ય સંખ્યાબળ છતાં ભાજપ ખુરશી કબ્જે કરવામાં સફળ

ઉપલેટા તાલુકા પંચાયતની આજ રોજ ચુંટણી યોજાતા ભારે રસાકસીના અંતે પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાઇ ગયો હતો તેમાં પ્રમુખ તરીખે ચંદ્રવાડિયા અને ઉપપ્રમુખ તરીકે ચાવડા ચૂટાઇ આવ્યા હતા.

Advertisement

ગઇ કાલે ચૂટણી અધિકારી સમક્ષ પ્રમુખ માટે મોજીરા બેઠક ઉપરથી વિજેતા બની જાયન્ટ કિલર બનેલા વિનોદભાઇ હાજાભાઇ ચંદ્રવાડિયા અને તલંગણાતી બેઠક ઉપર અપક્ષ તરીકે ચુટાયેલા કડવીબેન રામશીભાઇ વામરોટીયા જયારે ઉપપ્રમુખ તરીકે ચેતનાબા જયદેવસિંહ વાળા, ભિમાભાઇ બાવનજીભાઇ ચાવડા અને વનરાજભાઇ કાબાભાઇ સાવલિયાએ સામે રજુ કર્યા હતા. પ્રમુખ પદ માટે બે ફોર્મ ભરાયા હતા જયારે ઉપપ્રમુખ તરીકે ત્રણ ફોર્મ ભરાતા તેમાં વનરાજભાઇ સાવલિયાએ પોતાનું ફોર્મ પરત ખેચી લેતા બંન્ને પદ માટે બે બે દાવેદારો મેદાન હતા. બપોરે બાર વાગે ચૂટણી અધિકારી અને ડેટયુટી કલેકટર મીયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ચૂટણીમાં પ્રમુખ તરીકે ભાજપના વિનોદભાઇ હાજાભાઇચંદ્રવાડિયા ચૂટાઇ આવ્યા હતા. જયારે ઉપપ્રમુખની યોજાયેલ ચૂટણીમાં ચુટણી બેઠક ઉપર ચૂટાયેલા ભીમાભાઇ બાવનજીભાઇ ચાવડા ચૂટાઇ આવ્યા હતા.

વિજેતા બન્ને ભાજપના પદાવીકારોને ઉપસ્થિત પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા, તાલુકા ભાજપના પ્રમુખ સંજફભાઇ માકડિયા નગરપતી મયુરભાઇ સુવા સહિત ભાજપના કાર્યકર્તાઓએ ફુલહાર પહેવારી વંદે માતરમ્, ભારત માતાકી જયના નારા લગાવી શુભેચ્છા પાઠવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય ચુંટણીમાં પ્રજાએ ભાજપ અને કોંગ્રેસ પક્ષે બંન્ને 8-8 બેઠકો આપી હતી જયારે બે અપક્ષો ચૂટાયા હતા. બંન્ને અપક્ષોએ ભાજપ અને કોંગ્રેસને સમર્થન આપતા બંન્ને પક્ષો પાસે નવ નવ સભ્યો થયત હતા તેમાં આજે કોંગ્રેસના એક સભ્ય ગેર હાજર રહેતા તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભાગવો લહેરાયો હતો. કોંગ્રેસના કમીયાણી બેઠક ઉપર ચૂટાયેલા અંજનાબેન તારણભાઇ ઉટડીયા ગેર હાજર રહેતા ભાજપને ફાયદો થયો છે.  પંચાયત ઉપર કબ્જો કરવા છેલ્લા ચાર દિવસથી પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડિયા, જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા સહિત ભાજપના આગેવાનો એડીચોટીનું જોર લગાવેલ હતુ તે આજે સફળ થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.