Abtak Media Google News

કોઈ પણ પરિવારમાં સામાન્ય બોલચાલ તો થતી જ હોય છે. વલસાડ જિલ્લાનાં ઉમરગામ તાલુકાનાં સામાન્ય બોલચાલમાં પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી હતી. જ્યાં ચાર પુત્રીઓને માતાએ ઝેરી દવા આપી પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી છે.

Advertisement

મળતી માહિતી મુજબ આ ઘટના વલસાડનાં ઉમરગામ તાલુકાના પૂનાટ ગામની છે. પૂનાટ ગામે રહેતા એક પરિવારમાં સામાન્ય બોલાચાલી બાદ પત્નીને ખોટું લાગતા નાની ચાર પુત્રી ઓને ઝેરી દવા આપી પોતે પણ એ દવાથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો

દવા પીધા બાદ માતા અને પુત્રીઓને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલ માતા અને ચાર પુત્રીઓ ભીલાડનીં ખાનગી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે. તમામની સ્થિતિ સુધાર છે. ભીલાડ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.