Abtak Media Google News

ભારતીય વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે ચીન સાથે કરેલી મંત્રણાને મળી સફળતા

ઓમ નમ: શિવાય….. માનસરોવર યાત્રીઓ માટે આનંદના સમાચાર છે કે તેઓ પાડોશી દેશ ચીનનો વિસ્તાર નાથુ લા થઇને કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે. ઉલ્લેખનીય છે કે ભોલેનાથ ભોલેભંડારી ભગવાન શંકર (શિવજી) એ કૈલાસ પર્વત પર ઘ્યાન ધરી તપસ્યા કરી હતી જેથી આ પવિત્ર પાવન ભૂમિ પર લોકો મસ્તક ટેકવવા, દર્શન કરવા જાય છે અને ધન્યતા અનુભવે છે.

ભારથી કૈલાસ માનસરોવર પહોચવા માટે પોતાનો વિસ્તાર નાથુ લા રુટનો ઉપયોગ કરવા દેવા ચીન માની ગયું છે. અત્યાર સુધી કૈલાસ યાત્રીઓને આ સમસ્યા હતી તે હવે ભોલેબાબાની કૃપાથી દુર થઇ ગઇ છે.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કેકે નાથુ લા રુટ સિકિકમમાં છે. કૈલાસયાત્રીઓ માટે નાથુ લા રુટ સરળ અને સલામત છે. ડોકલામ વિવાદના પગલે ગત વર્ષ ચીને કૈલાસ માનસરોવર જતા યાત્રીઓને નાથુ લા રુટ પરથી પસાર થવા દીધા ન હતા. પરંતુ ચાલુ વર્ષ ૨૦૧૮માં હવે આ સમસ્યાનો સામનો નહી કરવો પડે.

લોકસભામાં વિદેશી રાજયમંત્રી વી.કે. સિંઘે એક પ્રશ્ર્નના લેખીત ઉત્તરમાં જણાવ્યું હતું કે ચીન વાયા નાથુ લા ભારતીયોને કૈલાસ જવા દેવા સંમત થઇ ગયું છે. વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજ અને ચાયનીઝ વિદેશીમંત્રી વાંગ યી વચ્ચે થયેલી મીટિંગની આ સુખાત્મક ફલશ્રુતિ છે.

દર વર્ષે હજજારો શ્રઘ્ધાઓ કૈલાસની ટોચે જઇને ભોલેભંડારીએ જયાં કડી તપસ્યા કરી હતી તે પાવન ભૂમિના દર્શન કરે છે. ભારત સરકારના વિદેશી મંત્રાલયે હકારાત્મકતા દાખવી ચીન સાથે મીટિંગ કરીને સમસ્યાનો સુખદ ઉકેલ લાવેલ છે. ઓમ નમ: શિવાય…..

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.