Abtak Media Google News

દેશમાં ૧૭.૭૩ લાખ શહેરી ગરીબોને છત આપવામાં કેન્દ્ર તેમજ રાજય સરકારો નિષ્ફળ નિવડી છે. પરિણામે ખાલી પડેલી સરકારી ઈમારતોને ગરીબો માટે રેનબસેરા શા માટે ન બનાવવી જોઈએ તેવો પ્રશ્ર્ન વડી અદાલતે સરકારને પુછયો છે.

Advertisement

ન્યાયાધીશ મદન લોકુર અને દિપક ગુપ્તાની ખંડપીઠે નોંધ્યું છે કે, નિરાધારો માટે ખાલી પડેલી સરકારી ઈમારતો યોગ્ય વિકલ્પ છે. આ ઈમારતોના કારણે સરકારને રેનબસેરા નિર્માણ માટે અલગી ખર્ચ કરવો પડશે નહીં. સુપ્રીમ કોર્ટની આ ટકોર સો મધ્યપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળ સરકારે સહમતી દર્શાવી હતી અને તેમણે થોડા સમય પહેલા જ એવી બિલ્ડીંગોની તપાસ શરૂ કરી હતી જે ખાલી પડી છે અને રેનબસેરા તરીકે ઉપયોગમાં લઈ શકાય તેમ છે.

૨૦૧૧માં વસ્તી ગણતરીના આંકડા મુજબ દેશમાં ૧૭.૭૩ લાખ લોકો નિરાધાર છે. તેમની પાસે રહેવા માટે સગવડ ની. જેમાંથી ૧૦ લાખ લોકો શહેરી વિસ્તારના છે. કુલ નિરાધારોના ૬૫ ટકા ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસન, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ ગુજરાતમાં વસવાટ કરે છે. દર ૧ લાખ વ્યક્તિએ ૧૪૬ લોકો નિરાધાર છે.વર્ષ ૨૦૧૩માં કેન્દ્ર સરકારે નેશનલ અર્બન લીવ હુડ નામનું અભિયાન શરુ કર્યું હતું. જેના હેઠળ નિરાધાર લોકોને છત આપવામાં આવતી હતી. આ યોજના પાછળ રૂ.૨ હજાર કરોડ ફાળવવામાં આવ્યા હતા. વડી અદાલતે નિરાધારો માટે એક કમીટી નિમવાનું નકકી કર્યું છે જે કમીટીમાં રાજય સરકારે સુચવેલા વ્યક્તિઓનો સમાવેશ શે. કમીટીનું નિર્માણ એક મહિનાની અંદર શે તેવી માહિતી મળી રહી છે.

અગાઉ વડી અદાલતે દિલ્હી હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશના વડપણ હેઠળ સમીતીનું નિર્માણ કર્યું હતું જે કમીટીએ શહેરી વિસ્તારોમાં નિરાધારો માટેની વ્યવસનો સર્વે કર્યો હતો. આ સર્વેના આંકડા ખુબજ આંચકાજનક હતા. ૯૦ ટકા નિરાધારોએ કહ્યું હતું કે, તેમના શીરે છત ની. નિરાધારોની સંખ્યા વધતી જતી હોવાી વડી અદાલતે આ મુદ્દે ચિંતા વ્યકત કરી છે અને સરકારી ઈમારતોને સેલ્ટર હાઉસમાં ફેરવવા માટેનો પ્રશ્ર્ન સરકારને પુછયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.