Abtak Media Google News

આજકાલ ટેકનોલોજીનો જમાનો છે અને આજના સમયમાં ટેકનોલોજી ઘણી ઝડપથી દરેક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. પરંતુ હવે ટેકનોલોજીએ પત્રકારત્વમાં પણ એક નવી સિદ્ધિ મેળવી છે કેમકે હવે દુનિયાનો પ્રથમ Robot પત્રકાર આવી ચુક્યો છે. આ રોબોટ પત્રકારનું નામ Xiao Nanરાખવામાં આવ્યું છે. જેની શોધ એક ચમત્કાર જેવી છે.
ખરેખર ચીને તાજેતરમાં એક એવો રોબોટ પત્રકાર બનાવ્યો છે જે માત્ર ૧ સેકેન્ડમાં લગભગ ૩૦૦ શબ્દોનો લેખ ખુબ જ સરળતાથી લખવામાં સક્ષમ છે. આ રોબોટ દ્વ્રારા લખવામાં આવેલ લેખને ચીની મીડિયામાં ‘Southern Metropolis Daily’ માં પણ છાપવામાં આવી ચુક્યો છે. ચિન દ્વ્રારા આ રોબોટનું ટેસ્ટ ખુબ જ સફળ રહ્યું જેમાં આ રોબોટે માત્ર ૧ સેકેન્ડમાં ૩૦૦ શબ્દોનો લેખ લખ્યો હતો, તે પણ કોઈ પણ જાતની ભૂલ કર્યા વગર સરળતાથી લખ્યો હતો.
આ રોબોટ દ્વ્રારા લખવામાં આવેલ લેખ વસંત ઉત્સવના સમયે યાત્રિયોની થનારી વિશાળ ભીડના વિશે હતો. જ્યારથી ચિનના આ રોબોટ પત્રકારને રજૂ કરવામાં આવ્યો છે ત્યારથી સમગ્ર દુનિયા માટે ચર્ચાનો વિષય બની ગયો છે. તેના વિશેમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ રોબોટ દરેક પ્રકારના સમાચાર લખવામાં નિષ્ણાંત છે પરંતુ તેના પર ચર્ચા પણ કરવામાં નિષ્ણાંત છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.