Abtak Media Google News

ધૂમકેતુના રજકણનું આવરણ વાતાવરણને પ્રદૂષણ અને બેક્ટેરિયા મુક્ત કરનારૂ, આમ પણ આખું વર્ષ વહેલી સવારનું ભૂર વાતાવરણમાંથી પ્રદૂષણ દૂર કરે છે

કુદરતની કેવી ‘માવજત’ 11,12 અને 13 ઓગષ્ટના બ્રહ્મ મૂહૂર્તે વ્હેલી પ્રભાતે પૃથ્વી પર ધૂમકેતુની રજકણોનું છવાશે આવરણ

પર્યાવરણ અને પૃથ્વીની જીવન સૃષ્ટિ અંગે જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી પર્યાવરણની જાળવણી માટે વાતાવરણમાં પ્રદૂષણ ન ફેલાઇ તે માટે સજાગતાની હિમાયત કરવામાં આવી છે. પર્યાવરણનું જતન કરવામાં માનવીને સજાગ રહેવું પડે એ વાત સારી છે પરંતુ કુદરતે પણ જીવસૃષ્ટિના જતન માટેની એક આગવી વ્યવસ્થા કરી છે. ધર્મશાસ્ત્ર અને પરંપરામાં આ વાત વળી લેવામાં આવી છે. બ્રહ્મ મૂહૂર્ત એટલે કે સવારનો સમય ખૂબ પવિત્ર અને પૂણ્યશાળી માનવામાં આવે છે. ખરેખર 24 કલાકમાં જે વાતાવરણમાં પ્રદૂષણ ઉભું થયું હોય તેનું સવારના પહોરમાં કુદરતી રીતે મારણ થઇ જતું હોય છે.

વહેલી સવારના વાતાવરણને બ્રહ્મ વાતાવરણ ગણવામાં આવે છે. ઝાકળ વર્ષા અને સવારના ભૂરમાં એવી તાકાત છે કે ફેફ્સાંની શુધ્ધિકરણથી લઇ વાતાવરણમાં ઓક્સિજનનો ભરપૂર ભરાવો કરી દે છે.

જૂના જમાનામાં જ્યારે ખેતીવાડીમાં ઇલેક્ટ્રીકની મોટરો આવી ન હતી ત્યારે ઓઇલ-એન્જીનથી પાણીની સિંચાઇ થતી હતી. ઓઇલ-એન્જીનનું ક્રૂડ અને મેસ કપડામાં અડે તો તેને ધોવાના બદલે ખેડૂતો વહેલી સવારે આવતી ભૂર ઝાકળમાં કપડાંને ભીંજવી દેતાં અને તેનાથી કપડા પર પડેલી કાળાશના ડાઘ દૂર થઇ જતાં વહેલી સવારે બ્રહ્મ મૂહૂર્તનું જાગી જવું, પ્રાણાયામ કરવું આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે.

આ વર્ષે 11,12,13 ઓગષ્ટના રોજ પૃથ્વીના વાતાવરણમાં કુદરતીની અમીવર્ષા જેવી વાતાવરણ ઉભુ થશે. તેજસ્વી ઉલ્કા પર્સિડ્સ ધૂમકેતૂમાંથી છૂટી પડીને પૃથ્વીના વાતાવરણમાં આવશે ત્યારે ઓઝોન પડ નીચે રજકણોનું એક બર્ફીલા ધુમકેતુના નાના કણોની ડમરી આકાશ ઉ5ર એવી રીતે છવાઇ જશે કે જાણે કે આતાશબાજી પછી ધુવાડાના ગોટા ઉડતાં હોય. 2000 વર્ષ પહેલા આવું વાતાવરણ જોવા મળ્યું હતું.

પર્સિડ્સ ક્યાંથી આવે છે ?

પર્સિઅસ નામના નક્ષત્રમાંથી ધૂમકેતુનો કાટમાળ પૃથ્વી ઉપર આવતો હોવાની સૌ પ્રથમ જાણકારી 1862માં વૈજ્ઞાનિકોને થઇ હતી. ત્યાર બાદ 1992માં આ ઘટના સર્જાઇ હતી. સૂર્ય ફરતે પરિભ્રમણમાં ધૂમકેતુને 133 વર્ષ લાગે છે. પણ દર વર્ષે 17 જુલાઇથી 24 ઓગષ્ટ દરમિયાન ધૂમકેતુનો આ કાટમાળ પૃથ્વીની સૌથી નજીક આવે છે. આ વર્ષે 11,12, અને 13 ઓગષ્ટના રોજ આ ધૂમકેતુનું રજનું વાદળુ પૃથ્વી પર છવાઇ જશે અને તેનાથી વાતાવરણમાં અનેક પ્રકારના બેક્ટેરિયાઓનું નાશ થશે.

પૃથ્વીનું વાતાવરણ અને આભા મંડળ જીવસૃષ્ટિ માટે પાલક માતા જેવું સુર્ક્ષા કવચ પુરું પાડે છે. વાતાવરણના અણગમતાં તત્વો બેક્ટેરિયા કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી તત્વોને નાબૂદ કરી વાતાવરણને શુધ્ધ કરતું કુદરતનું તત્વ 11,12 અને 13 ઓગષ્ટના રોજ ધૂમકેતૂના રજકણોનું આભા મંડળ પૃથ્વી પર છવાઇ જશે. આ ઘટના નરી આંખે વહેલી સવારે જોવા મળશે.

કપડા પરના ઓઇલના ડાઘા સવારના ભૂરથી દૂર થઇ જાય

જૂના જમાનામાં જ્યારે ખેતીવાડીમાં ઇલેક્ટ્રીકની મોટરો આવી ન હતી ત્યારે ઓઇલ-એન્જીનથી પાણીની સિંચાઇ થતી હતી. ઓઇલ-એન્જીનનું ક્રૂડ અને મેસ કપડામાં અડે તો તેને ધોવાના બદલે ખેડૂતો વહેલી સવારે આવતી ભૂર ઝાકળમાં કપડાંને ભીંજવી દેતાં અને તેનાથી કપડા પર પડેલી કાળાશના ડાઘ દૂર થઇ જતાં વહેલી સવારે બ્રહ્મ મૂહૂર્તનું જાગી જવું, પ્રાણાયામ કરવું આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક બની રહે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.