Abtak Media Google News

ભારતિય સંસ્કૃતિમાં કુદરત દ્વારા જીવસૃષ્ટિને આપેલી અમૂલ્ય ભેટ એટલે વૃક્ષો, પહાડો, નદી, ઝરણાં, દરિયો, સૂરજ અને ચંદ્ર આ દરેકનું મહત્વ વૈદિક કાળથી રહેલુ છે. સૂર્યનું મહત્વ આપણા જીવનમાં દરેક જીવ માત્રને ધબકતુ રાખવા અત્યંત આવશ્યક છે. જેથી આપણા પુરાણોમાં સૂર્યને દેવતા તરીકે પૂજીએ છીએ.સુર્ય શક્તિ, ઉર્જા,તેજ, બળ અને તાજગી પ્રદાન કરે છે  છે.d

સૌ પ્રથમ પૂરાણોમાં નજર નાખીએ તો રામાયણમાં રામ ભગવાન રાવણ સાથે યુધ્ધ કરતા થાકે છે. ત્યારે સૂર્યના આદિત્ય હૃદય સ્ત્રોતના પાઠ કરે છે. અને ત્યારબાદ પાછુ યુધ્ધ કરી અને રાવણને મારે છે. આમ સૂર્યની શકિતનો ઉલ્લેખ રામાયણમાં પણ આવે છે. જે સુર્યમાંથી શક્તિ મેળવવા માટેનુ ધાર્મિક રીતે મહત્વ જણાવે છે સાથે જ તે વિજ્ઞાન પણ છે ખાસ કરીને સૂર્યની શકિત વગર આપણુ મનુષ્ય જીવન શકય જ નથી મનુષ્ય વિકાસ, વનસ્પતિ વિકાસ,ખેત ઉત્પાદન,જમીન શુદ્ધીકરણ,રોગજંતુનાશ સ્વચ્છતા,ગરમી,ઉર્જા, પ્રકાશ અને ઘણુ બધુ સુર્ય થી જ છે.

સૂર્યનો તડકો મનુષ્ય માટે ખૂબ જ જરૂરી છે.સૂર્યના પ્રકાશને  કારણે શરીરમાં  લાભકારી કેમિકલ્સ બને છે. સૂર્ય પ્રકાશ લેવાથી વિટામીન ડીની સાથે સાથે નાઈટ્રીક ઓક્સાઈડ મળે છે. જ્યારે ત્વચા સૂરજના UVA કિરણના સંપર્કમાં આવે છે, ત્યારે આ પ્રકારે બને છે. બ્લડ ફ્લોમાં વૃદ્ધિ કરવા અને બ્લડ પ્રેશર ઓછુ કરવામાં નાઈટ્રીક ઓક્સાઈડ લાભદાયી છે, જેના કારણે હ્રદય સ્વસ્થ રહે છે.

સવારે 8 વાગ્યા પહેલા તથા સાંજે (સૂર્યાસ્ત સમયે) 25થી 30 મિનિટનો સમય સૂર્ય પ્રકાશ લેવાથી  સ્વાસ્થ્યને ચમત્કારિક લાભ પ્રદાન થાય છે. સૂર્ય પ્રકાશના સંપર્કમાં આવવાથી સેરોટોનિન અને બીટા એન્ડોર્ફિનનું પણ ઉત્પાદન થાય છે. જેનાથી મૂડ સારો રહે છે, શરીર રિલેક્સ રહે છે, દુખાવા સામે રાહત મળે છે અને ઈમ્યૂન સિસ્ટમ સારી બને છે. સૂર્ય પ્રકાશ લેવાથી રાત્રે મેલાટોનિન સ્તરમાં વૃદ્ધિ થાય છે. ઉપરાંત સર્કેડિયન લય નિર્દેશિત કરવામાં મદદ કરે છે, ઊંઘ સારી આવે છે અને શરીર સ્ફુર્તિલુ રહે છે. આ સાથે સ્વસ્થ ત્વચા માટે પણ સૂર્યપ્રકાશનું મહત્વ રહેલું છે.

સૂર્યને અર્ધ્ય આપવાથી શરીરમાં તેનું તેજ પ્રદાન થાય છે:

આપણી સંસ્કૃતિમાં દરરોજ સવારે સૂર્ય ઉદય થયા પછી

સુર્યને અર્ઘ્ય આપવાનુ એટલે કે પાણી ચઢવવાનું અનેરુ મહત્વ રહેલું છે.સૂર્યને અર્ધ્ય આપવું જોઇએ તેમ પરંપરા કહે છે જ્યારે વિજ્ઞાન કહે છે કે જળધારાની આરપારથી જે સુર્યનુ તેજ લેવાય તે શરીર પર પોઝીટીવ ઉર્જાને પ્રસરાવે છે.આ સિવાય પણ ઘણા ફાયદાઓ થાય છે.

  1. આત્મબળ મજબુત થાય.
  2. હાડકા મજબુત થાય.
  3. આરોગ્ય સારૂ રહે.
  4. આંખોનું તેજ વધે છે.
  5. વ્યક્તિ એનર્જી મળતા બળવાન બને.
  6. મનના ઉદવેગનો નાશ થાય

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.