Abtak Media Google News

જાપાનના ટોકયો ખાતે રમાઈ રહેલી ઓલમ્પિકમાં ભારતીય મહિલા ખેલાડીઓએ મેદાન માર્યું છે. ટોક્યો ઓલમ્પિકમાં ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે રમતના પહેલા દિવસે જ ભારતને મેડલ મળ્યો હોય. અને આ ખ્યાતિ અપાવનારા મહિલા ખેલાડી મણિપુરના વેઈટ લિફ્ટર મીરાબાઈ ચાનુ છે. જેઓ આજરોજ સાંજે વતન પરત ફર્યા છે.

મીરાબાઈ ચાનુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો માન્યો આભાર

ટોક્યો ઓલમ્પિકમાં સિલ્વર મેડાલિસ્ટ મીરાબાઈ ચાનુ દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ ભારત માતા કી જયના નારાથી સમગ્ર એરપોર્ટ ગુંજી ઉઠ્યું હતું. એરપોર્ટ પર તેમનુ ભાવભીનુ સ્વાગત કરાયું હતું. ઓલમ્પિક જીત્યા બાદ મીરાબાઈનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે જેમાં તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે 24 કલાકમાં પ્રધાનમંત્રીએ ટિકિટ બુક કરાવી અમને ટોક્યો ઓલમ્પિક સુધી પહોંચાડ્યા. આ સફરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઘણી મદદ મળી છે.

મીરાબાઈ ચાનુએ વધુમાં જણાવતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમને ટ્રેનિંગમાં પણ ઘણી મદદ કરી છે. ટોક્યોમાં વેઇટ લીફટિંગની હરીફાઈ અંગે તેમણે જણાવ્યું કે મેં મારા ઓલમ્પિકના સ્વપ્નને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરી હતી.

ટોક્યો ઓલિમ્પિક: મીરાબાઈ ભારત પહોંચ્યા, દિલ્હી એરપોર્ટ પર ઉષ્માભેર સ્વાગત, જુઓ વીડિયો

મણિપુર સરકાર દ્વારા મોટું ઈનામ ચાનુને નામ

વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનું વતન ફરતા જ મણિપુર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ટોક્યો ઓલમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુને મણીપુર રાજ્ય પોલીસ વિભાગમાં અધિક એસપી તરીકે નિમણૂક આપવામાં આવશે તેમ રાજ્ય સરકારે જાહેરાત કરી પ્રોત્સાહનરૂપે ઈનામ આપ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.