Abtak Media Google News

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની દીકરીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન થઈ રહ્યું છે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવનાર વેઇટ લિફ્ટર મીરાબાઈ ચાનુ વતન પરત ફર્યા છે. સિલ્વર મેડલ વિજેતા મીરાબાઈ ચાનુ દિલ્હી એરપોર્ટ પર પહોંચતા જ ભાવભેર સ્વાગત કરવામાં આવું છે. દિલ્હી એરપોર્ટ પરના સ્ટાફ દ્વારા તેણીને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવી છે.

ટોક્યો ઓલિમ્પિક્સથી વતન પરત ફરતા, એરપોર્ટ પર આગમન થતાં મીરાબાઈ ચાનુએ ખુશી વ્યક્ત કરી હતી.આ દરમિયાન દિલ્હી એરપોર્ટ ભારત માતાના ઉત્સાહથી ગુંજી ઉઠ્યું.એરપોર્ટ પર આરટી-પીસીઆર પરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેની સાથે સેલ્ફી લેતા લોકોનું ટોળું પણ જોવા મળ્યું હતુ.

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂ મહિલાઓની ૪૯ કિલોની વેઇટ કેટેગરીમાં કુલ ૨૦૨ કિલો વજન ઉપાડીને સિલ્વર મેડલ જીત્યો. ચીનની હોઉ જિહૂઈએ ૨૧૦ કિલોગ્રામ વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાની કેન્ટિકા વિન્ડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.