આગામી ૩૦મેએ મોદી સરકારને આઠ વર્ષ પુરા થતાં અનેક કાર્યક્રમોનું થશે આયોજન

આજની પ્રદેશ કારોબારીની અંદર આગામી ૩૦મી તારીખે જ્યારે કેન્દ્ર સરકાર અને મોદી સરકારને આઠ વર્ષ પુરા થઈ જવા જઈ રહ્યા છે. જે અંતર્ગત એક પખવાડિયાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાહેબના અને પ્રદેશ અધ્યક્ષ  આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ દરેક જીલ્લામાં અલગ અલગ કાર્યક્રમો સંગઠન અને સરકારના થશે.

આગામી ૩૦મી તારીખે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાજીના હસ્તે સિધ્ધિઓના પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.

આગામી પહેલી તારીખે ગુજરાતની અંદર અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની પ્રેસવાર્તા થશે.અને આગામી સમયમાં જે કાર્યક્રમ થશે જેના સંદર્ભે આઠ વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના જે અભિયાનનો પ્રારંભ થશે એની વાત મુકવામાં આવશે.

આગામી ૩૧ તારીખે સમગ્ર દેશની અંદર પ્રધાનમંત્રી કીસાન સન્માન નિધિ એનો કાર્યક્રમ ટેક્નોલોજીના માધ્યમથી પ્રધાનમંત્રી મોદી સાહેબનું સીધુ સંબોધન હશે.કિસાન મોરચાના લોકો શક્તિ કેન્દ્ર પર આ કાર્યક્રમ પણ માણશે.

આગામી બીજી અને ત્રીજી તારીખે જિલ્લા અને મહાનગરની અંદર પણ આજ પ્રકારે પ્રેસવાર્તા થશે અને પાંચ તારીખથી અમારા બધા મોરચાઓ અલગ અલગ શક્તિ કેન્દ્ર અને બુથ સુધી જશે.

એ દરમિયાન ૭૫ કલાક સુધી અમારા કાર્યકર્તાઓ અને ચુંટાયેલ પ્રતિનિધિઓ લોકોની વચ્ચે જઈને કામ કરવું અને કેન્દ્ર સરકારની આઠ વર્ષની સિદ્ધિઓની વાત કરવી એમાં વિસ્તારક યોજનાના કાર્યકર્તાઓ સિનિયર આગેવાનો ધારાસભ્યો અને સાંસદોનો પણ રાજનિતિ પ્રવાસ ત્રણ દીવસનો રહેશે.આ રીતે પંદર દીવસ સુધી વિવિધ કાર્યક્રમો ચાલશે.